વડોદરા પાસે રણોલી-બાજવા સ્ટેશનો પર 14 મેના રોજ એન્જિનિયરિંગ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે | Some trains will be affected due to engineering block on May 14 at Ranoli-Bajwa stations near Vadodara. | Times Of Ahmedabad

7 કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar

ફાઇલ તસવીર.

પશ્ચિમ રેલ્વેના વડોદરા-આણંદ રેલ્વે વિભાગના રણોલી-બાજવા સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 614 (km-407/25-27) અપ લાઇન પર એન્જિનિયરિંગ બ્લોકને કારણે 14 મે, 2023 (રવિવાર)ના રોજ કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે, કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે. આંશિક રીતે રદ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનો નિયમન કરવામાં આવશે.

રદ કરાયેલી ટ્રેનો:

  • ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
  • ટ્રેન નંબર 19036 અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ રદ રહેશે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

  • ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા સુપરફાસ્ટ અમદાવાદ-વડોદરા વચ્ચે રદ રહેશે.

રેગ્યુલેટ થનારી ટ્રેનો:

  • ટ્રેન નંબર 14807 ભગત કી કોઠી – દાદર એક્સપ્રેસ ગેરતપુર – વાસદ વચ્ચે 15 મિનિટ રેગ્યુલેટ (લેટ) થશે.
  • ટ્રેન નંબર 16209 અજમેર-મૈસુર એક્સપ્રેસ ગેરતપુર-રણોલી વચ્ચે 25 મિનિટ રેગ્યુલેટ (લેટ) થશે.

રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે, જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

أحدث أقدم