જુગાર રમતા સમયે પૈસાની લેતીદેતી સંબંધે માથાકૂટ થતાં 15 વર્ષીય સગીરે હત્યા નીપજાવી હોવાનો ઘટસ્ફોટ | A 15-year-old minor who clashed over the issue of taking money while gambling was revealed to have committed murder. | Times Of Ahmedabad

જૂનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક

જૂનાગઢના ઉપરકોટ પાસે જંગલ વિસ્તારમાંથી મંગળવારે એક કિશોરની શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યા બાદ તેની હત્યા નીપજાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ હત્યા એક પંદર વર્ષીય સગીરે જ કરી હોવાનું ખૂલ્યું છે. ભોગ બનનાર અને સગીર આરોપી વચ્ચે જુગારમાં પૈસાની લેતીદેતી બાબતે માથાકૂટ થયા બાદ હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સગીર આરોપીની અટકાયક કરી વધુ તપાસ હાથ ધરી છે.

શું હતો સમગ્ર મામલો?
જૂનાગઢ શહેરમાં રહેતો એક 13 વર્ષીય કિશોર બે દિવસથી ગુમ હતો. તેનાં પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેની શોધખોળ ચાલી રહી હતી. તેની વચ્ચે મંગળવારે સવારના સમયે ઉપરકોટ નજીક જંગલ વિસ્તારમાંથી કિશોરની શંકાસ્પદ હાલતમાં એક હાથ વગરની લાશ મળી આવી હતી. પોલીસે સીસીટીવી અને અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જૂનાગઢ પોલીસે 24 કલાકમાં હત્યાના આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. 13 વર્ષીય કિશોરની હત્યા મામલે પોલીસે એક સગીર આરોપીની અટકાયત કરી લીધી છે.

જુગાર રમવામાં પૈસાની લેતીદેતી બાબતે હત્યા કરાઈ
પોલીસની તપાસમાં સામે આવેલી વિગત મુજબ, મૃતક કિશોર અને સગીર આરોપી બંને ઉપરકોટ વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમવા માટે ગયા હતા. આ સમયે પૈસાની લેતીદેતી બાબતે બંને વચ્ચે માથાકૂટ થતાં સગીર આરોપીએ ભોગ બનનારને ખીણમાં ધક્કો મારી પાડી દીધો હતો અને ત્યાર બાદ મોઢા પર પથ્થરો મારી મોત નિપજાવ્યું હતું.

મૃતકની લાશ પરથી એક હાથ ગાયબ હતો
ઉપરકોટ વિસ્તારમાં બનેલા હત્યાના આ બનાવ બાદ જ્યારે કિશોરની લાશ મળી આવી ત્યારે તેનો એક કોઈ જંગલી પશુ દ્વારા ફાડી ખાઘેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઉપરાંત તેના માથાના ભાગેથી ઈજાનાં નિશાન પણ મળ્યાં હતાં. શરૂઆતથી જ શંકાસ્પદ લાગતા આ મામલામાં પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ શરૂ કરી હતી, જે અંતે પોલીસને આરોપી સુધી લઈ ગઈ હતી.

أحدث أقدم