રાજુલામાં નોનવેજ બિરયાની અને દૂધીનો હલવો ખાતા જ 15 બાળકો સહિત 200થી વધુ લોકો હોસ્પિટલમાં | In Rajula, guests eating non-vegetable biryani and milk halwa fell ill, over 200 including 15 children were affected and shifted to hospital. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In Rajula, Guests Eating Non vegetable Biryani And Milk Halwa Fell Ill, Over 200 Including 15 Children Were Affected And Shifted To Hospital.

અમરેલી5 કલાક પહેલા

  • કૉપી લિંક

અમરેલીના રાજુલાના ડુંગર ગામે ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં નોનવેઝ બિરયાની અને દૂધીનો હલવો બનાવ્યો હતો. 2500 ઉપરાંત લોકોનું ભોજન સમારંભ રાખવામાં આવ્યું હતું. જે દરમિયાન 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા અલગ-અલગ સ્થળે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

આરોગ્ય વિભાગ દોડતું થયું
રાજુલાના ડુંગર ગામે મુસ્લિમ પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. રફીકભાઈ ઝાખરાના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી, ભોજન સંભારંભમાં નોનવેઝ બિરયાની અને દૂધીનો હલવો બનાવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ 2500થી 3000 જેટલા લોકોને ભોજન માણ્યું હતું. જેમાંથી હાલ 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.

સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોને હાજર રહેવા આદેશ
આ 200 લોકોમાં 15થી વધુ બાળકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ઘટનાની જાણ થતાં રાજુલા તાલુકાના આરોગ્ય વિભાગની ટીમ સહિત કર્મચારીઓ દોડી ગયા હતા અને પ્રથમ ડુંગર પીએચસી સેન્ટર ખાતે દર્દીઓને સારવાર આપવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત 108 અને ખાનગી વાહનો મારફતે રાજુલા, સાવરકુંડલા, મહુવા અસપાસની હોસ્પિટલમાં દર્દીઓને ખસેડવામાં આવ્યાં છે. આસપાસના સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોને હાજર રહેવા આરોગ્ય વિભાગે આદેશ કર્યો છે. તેમજ ફૂટ પોઇઝનિંગની અસર થવાનો આંકડો હજુ પણ વધી શકે છે.

أحدث أقدم