الثلاثاء، 16 مايو 2023

પાથાવાડા પોલીસે ગુંદરી ચેકપોસ્ટ પરથી 15 લાખની કિંમતના દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો | Pathawada police nabbed one with liquor worth Rs 15 lakh from Gumdi check post | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા ગુંદરી ચેકપોસ્ટ પરથી પોલીસે એક દારૂ ભરેલું આઇસર ટ્રક ઝડપી પાડ્યું છે. જેમાં પાંથાવાડા પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે ગુંદરી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન બાતમી હકીકત વાળું આઇસર ટ્રક આવતા પોલીસ તેને રોકાવી તપાસ કરતા મરચાના કોથળા ની આડમાં દારૂની 5 હાજર થી વધુ બોટલો સંતાડી ગુજરાતમાં ઘુસાડે તેપહેલા પાથાવાડા પોલીસે ઝડપી પાંડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા પાંથાવાડા પોલીસ સ્ટેશનનાઓ પો. સ્ટાફના સાથે ગુંદરી ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમા હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મંડાર રાજસ્થાન તરફથી એક આઈશર ગાડી નંબર DD – 01 – K – 9059 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પાંથાવાડા તરફ આવે છે. જે બાતમી હકીકત આધારે પંચો તથા પો. સ્ટાફના સાથે મંડાર તરફથી આવતા તમામ વાહનો ચેક કરતા હતા. દરમિયાન ઉપરોકત હકીકતવાળું આઈશર મંડાર રાજસ્થાન તરફથી આવતાં આઇસરને બેરીકેટીંગ થી રોડ બ્લોક કરી ઉભુ રખાવતાં તેમાં ચાલક ઓમારામ જેઠારામ જાટ ચૌધરી રહે બેનીવાલો કીઢાણી નાથડાઉ ચોમ જોધપુર વાળો બેઠેલ હોઈ અને સદરે આયશરની અંદર લીલા મરચાના કોથળાઓ ભરેલ છે જે કોથળાઓ હટાવી નીચે જોતાં નીચેથી દારૂ 5328 બોટલો જેની કિંમત 15 લાખ 19 હાજર 992 નો સહીત કુલ 25 લાખ 24 હાજર 992 નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.