વડોદરામાં રેલવેની 150 વર્ષ જૂની વસ્તુઓનો સંગ્રહ, 1883માં બનેલી હેન્ડ ક્રેન અને ટર્ન ટેબલને જોઇને લોકો અભિભૂત થયા | A collection of 150-year-old railway artifacts in Vadodara, a hand crane built in 1883 and a turn table wowed people. | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
જૂનુ રેલવે એન્જીનું મોડલ. - Divya Bhaskar

જૂનુ રેલવે એન્જીનું મોડલ.

આજે ઇન્ટરનેશનલ હેરિટેજ ડે હોવાથી વડોદરાના પ્રતાપનગર સ્થિત રેલવે હેરિટેજ મ્યુઝિયમને આજના દિવસ માટે લોકોને જોવા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં રેલવેને લગતી 150 વર્ષથી વધુ જૂની અને મૂલ્યવાન વસ્તુઓનો અદ્ભુત સંગ્રહ કરવામાં આવ્યો છે. આ મ્યુઝિયમ જોવા માટે આવેલા દર્શકો અભિભૂત થઈ ગયા હતા.

રેલવે હેરિટેજ મ્યુઝિયમમાં નકશા, હેન્ડ જનરેટર, સંગીતનાં સાધનો, ઘડિયાળો, વિવિધ પ્રકારના બેજ, ફોટોગ્રાફ્સ અને સ્ટીમ એન્જિનની કામગીરી દર્શાવતા મોડેલ્સ મુકવામાં આવ્યા છે. જેમાં ડીઝલ એન્જિન અને રોલિંગ ખાતે 1836ના રોડ રોલર વ્હીલના વર્કિંગ મોડલ્સનો સમાવેશ થાય છે. સ્ટોક પાર્ક. હેરિટેજ વસ્તુઓ જેમ કે 1874માં બનેલ હેન્ડ ક્રેન અને નેરોગેજ ટ્રેનના એન્જિન અને કોચને ખસેડવા માટે ટર્નટેબલ અને ડાયમંડ ક્રોસિંગ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

લોકો આજે મ્યુઝિયમ જોઇ શકશે
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના પ્રતાપનગર ખાતે આવેલા રેલવે હેરિટેજ મ્યુઝિયમને આજે 18 મેના રોજ વર્લ્ડ મ્યુઝિયમ ડે નિમિત્તે રેલવે પ્રશાસન દ્વારા સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી સામાન્ય દર્શકો માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. જેને લઇને વડોદરાના લોકો આ મ્યુઝિટમને નિહાળવા માટે પહોંચ્યા હતા.

રેલવેની આ વસ્તુઓ પહેલીવાર જોઈ
રેલવે હેરિટેજ મ્યુઝિટમ જોવા આવેલી વડોદરાની ઝીલ સિરોયાએ જણાવ્યું હતું કે, આજે અમે રેલવે હેરિટેજ મ્યુઝિયમ જોવા માટે આવ્યા છીએ. અમે રેલવેની જૂના મશીન સહિતની વસ્તુઓ જોઈ છે. આજે રેલવેનું આધુનિકીકરણ થઇ રહ્યું છે, ત્યારે આ પ્રકારની જૂની વસ્તુઓ જોઇને ખૂબ મજા આવી અને નવુ નવુ જાણવા પણ મળ્યું છે.

7 જાન્યુઆરી-1997માં રેલવે હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ધાટન થયું હતું
સિનિયર ડિવિઝનલ મિકેનીકલ એન્જીયર ભજનલાલ મીણાએ જણાવ્યું હતું કે, આ નેરોગેજનું મ્યુઝિયમ છે. 7 જાન્યુઆરી-1997માં તેનું ઉદ્ધાટન થયું હતું. બરોડા સ્ટેટમાં સૌથી જૂની નેરોગેજ લાઇન અહીં જ નાખવામાં આવી હતી. જે 1855માં ડભોઇ-મીયાગામ લાઇન પર તેનો સર્વે થયો હતો અને 1860માં લાઇન નાખવામાં આવી હતી. તેને બળદથી ખેંચવામાં આવી હતી. તેના પછી 1972માં તેને અપગ્રેડ કરવામાં આવી હતી. તેના પછી તેને સ્ટીમ એન્જિનથી ખેંચવાની શરૂઆત થઈ હતી.

જૂની વસ્તુઓ ડિસ્પ્લે કરી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ રેલવે હેરિટેજ મ્યુઝિયમમાં રેલવેને સંચાલિત કરવા માટેની વસ્તુઓ ડિસ્પ્લે કરી છે. જે સમયે રેલવે ઉદય થયો તે સમયની વસ્તુઓ છે. જૂના કોચના ચિત્રો અને મિકેનિકલ વસ્તુઓ મુકવામાં આવી છે.

أحدث أقدم