સુદાનથી રેસ્ક્યુ કરાયેલા 150 રાજકોટીયન્સ 4 બસોમાં વતન પહોંચ્યા, સ્વજનો સાથે મિલનથી લાગણીસભર દ્રશ્યો સર્જાયા | 150 Rajkotias rescued from Sudan reach home in 4 buses, meet with relatives creating emotional scenes | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

સુદાનની પ્રવર્તમાન પરિસ્થિતમાં ફસાયેલા ભારતીયોની વહારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ એક્સ્ટર્નલ અફેર્સ મંત્રી એસ. જયશંકર તેમજ વિદેશ મંત્રાલય દ્વારા ભારતીયોને રેસ્ક્યુ કરી પરત લાવવા ”ઓપરેશન કાવેરી” શરુ કરાવામાં આવ્યું છે. જે મુજબ અગાઉ 31 યાત્રિકો રાજકોટ આવી પહોંચ્યા હતા. તો આજે વધુ 150 જેટલા યાત્રિકો અમદાવાદથી સ્પેશિયલ વોલ્વો બસો દ્વારા રાજકોટ આવી પહોંચ્યા હતા. અહીં સ્વજનો સાથે તેમનું મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

બે વૃદ્ધને એમ્બ્યુલન્સ મારફતે પહોંચાડવામાં આવ્યા
અમદાવાદ ખાતે પહોંચેલા યાત્રિકોને ગુજરાત સરકાર દ્વારા તેઓને ઘર સુધી પહોંચાડવા જી.એસ.આર.ટી.સી દ્વારા પરિવહનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત આજે ચાર બસોમાં રાજકોટના 148 લોકો રાજકોટ બસપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે બે વૃદ્ધ પેસેન્જરોને એમ્બ્યુલન્સ મારફતે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. ઢોલ નગારાના તાલ વચ્ચે નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચર અને પ્રાંત અધિકારી સંદિપ વર્મા દ્વારા યાત્રીકોને હાર પહેરવી, પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું.

યાત્રીઓ વતન પરત ફરતા પરિવારજનો સાથે મિલન
એમ્બ્યુલન્સ મારફતે ઘરે પહોંચાડવામાં આવેલા બે વૃદ્ધ પેસેન્જરો પૈકી 86 વર્ષીય જ્યોત્સનાબેન કોઠારીનું સ્વાગત મામલતદાર જાનકી પટેલ તેમજ 103 વર્ષના લાભુબેન બાટવીયાનું સ્વાગત મામલતદાર કે.એ.કરમટા દ્વારા કરવામાં આવ્યું હતું. સુદાનથી પરત ફરતા યાત્રીઓ વતન પરત ફરતા તેમના પરિવારજનો સાથે મિલન થયુ હતું. જેને લઈને લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતાં. જિલ્લા વહીવટી તંત્ર વતી મામલતદાર કેતન ચાવડા તથા સાથી કર્મચારી જયદેવ ડાંગર દ્વારા પ્રવાસીઓને અમદાવાદથી રાજકોટ પહોંચાડવા માટે મહત્વનો ભાગ ભજવવામાં આવ્યો હતો.

પરિવારજનો સાથે મિલન થતા ખુશી વ્યક્ત કરી
આ તકે ભવનીશ હર્ષદભાઈ વાલાણીએ જણાવ્યું હતું કે, અમારા પરિવારના 12 વ્યક્તિઓ સાથે અમે શાંતીથી રાજકોટ પહોંચી ગયા છીએ. અમને વિદેશ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. તે બદલ તેમનો આભાર શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય સરકાર, તેમજ રાજકોટ કલેકટર અને જિલ્લા વહીવટી તંત્રનો પણ તેમણે ખાસ આભાર માન્યો હતો અને પરિવારજનો સાથે મિલન થતા ખુશી વ્યક્ત કરી હતી.

أحدث أقدم