- Gujarati News
- Local
- Gujarat
- Surat
- About 16 Samples Were Taken From There By The Health Department To Sell Cold Drinks Like Ice Cream, Cold Cocoa Etc. In Summer.
સુરત8 કલાક પહેલા
- કૉપી લિંક

આઈસ્ક્રીમ અને કોલ્ડ કોકોના જાણીતા વિક્રેતાઓને ત્યાંથી નમૂના લેવાયા
ઉનાળામાં તાપમાનનો પારો સતત ઉપર ચડતો હોવાને કારણે સુરતીઓ અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાઓનું આઈસ્ક્રીમ તેમજ કોલ્ડ કોકો સહિતની વસ્તુઓનું વેચાણ ખૂબ વધી જતું હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવી હતી.
અલગ-અલગ ઝોનમાંથી 16 નમૂના લેવાયા
સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોના આરોગ્યને લઈને સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગરમીથી રાહત મેળવવા માટે સુરતીઓ આઈસ્ક્રીમ, કોલ્ડ્રીંક્સ, કોલ્ડ, કોકો વગેરેનો સહારો લે છે જેના કારણે શહેરભરમાં અલગ-અલગ વિક્ર્તાઓને ત્યાં ખૂબ જ ગ્રાહકોનો ઘસારો હોય છે. ઘણી વખત વધુ રૂપિયા કમાઈ લેવાની લાલચમાં સબ સ્ટાન્ડર્ડ પદાર્થોનો યુઝ કરવામાં આવતો હોય છે. ફુડ વિભાગના ફુડ સેફટી ઓફિસરો દ્વારા વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ સંસ્થાઓની સ્થળ તપાસ કરી આઈસક્રીમ અને કોકોની બનાવટમા વપરાતા કોકો પાઉડર તથા કસ્ટર્ડ પાઉંડરના કુલ- 16 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. સુરતના જાણીતા અઠવા વિસ્તારના ગોકુલમ ડેરી, ચોક બજારના એવન કોકો સહિતના અલગ-અલગ સ્થળે નમૂના લેવાયા હતા.
તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાયા
આરોગ્ય અધિકારી સાળુંકેએ જણાવ્યું કે, ઉનાળામાં લોકો ખૂબ મોટા પ્રમાણમાં આઈસ્ક્રીમ અને કોલ્ડ કોકો જેવા પદાર્થો આરોગતા હોય છે. ઘણી વખત કોલ્ડ કોકો અને આઈસ્ક્રીમ બનાવવા માટે જે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ થતો હોય છે, તે સારી ગુણવત્તાનો હોતો નથી. આજે કેટલાક જાણીતા આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાં જઈને નમૂના લેવામાં આવ્યા છે. જે નમૂના પૃથ્થકરણ પબ્લિક હેલ્થ લેબોરેટરી, સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જેના રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.