જુનાગઢ મધ્યસ્થ જેલના હવાલદાર પર હુમલો કરી જેલ તોડી ભાગ્યો હતો, 17 વર્ષ પછી સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગ્યો | Junagadh Central Jail Warden attacked and escaped, caught by Surat Crime Branch after 17 years | Times Of Ahmedabad

સુરત6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
જેલ હવાલદાર પર હુમલો કરી ફરાર આરોપી 17 વર્ષે દિલ્હીથી ઝડપાયો - Divya Bhaskar

જેલ હવાલદાર પર હુમલો કરી ફરાર આરોપી 17 વર્ષે દિલ્હીથી ઝડપાયો

સુરતના સચિન વિસ્તારમાં વર્ષ 2004માં હથીયાર સાથે ધાડના ગુનામાં સજા પામેલા પાકા કામના કેદી વર્ષ 2006 માં જુનાગઢ મધ્યસ્થ જેલના હવાલદાર પર હુમલો કરી જેલ તોડીને ભાગી ગયો હતો અને આ ગુનામાં તે છેલ્લા 17 વર્ષથી પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે તેને દિલ્હીથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે વર્ષ 2005 માં જુનાગઢ મધ્યસ્થ જેલના હવાલદાર પર હુમલો કરી જેલ તોડી ભાગી ગયેલો આરોપી હાલમાં પોતાની ઓળખ છુપાવીને દિલ્હી ખાતે રહે છે. જેથી સુરત ક્રાઈમ બ્રાંચની એક ટીમ દિલ્હી ગયી હતી અને ત્યાંથી વોચ ગોઠવી આરોપી ભુજબલ કામતા કેવટને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વર્ષ 2004માં આરોપી પોતાના સાગરીતો સાથે મળી પિસ્ટલ તેમજ છરા જેવા હથીયારો વડે યાર્નના કારખાનામાં જઈ યાર્નના તાકાની લૂંટ કરી હતી જે અંગે ડીસીબી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો દરમ્યાન કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા ૫ વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો જે અનુસંધાને આરોપી જુનાગઢ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો.

આ દરમ્યાન 16-09-2006 ના રોજ વહેલી સવારે આશરે 3.45 વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના સહ આરોપીઓ સાથે મળી ડુપ્લીકેટ ચાવી વડે બેરેકનું તાળું ખોલી ધાબા પરથી ભાગવાની કોશિશ કરી હતી જેમાં તે નિષ્ફળ જતા મેઈન ગેટ પાસેથી ભાગવાની કોશિશ કરતા જેલ હવાલદાર દ્વારા તેને રોકતા તેના પર હુમલો કરી દીધો હતો અને બાદમાં જેલ હવાલદારના મોઢામાં ડૂચો મારી તેને ઝાડ સાથે બાંધીને તેની પાસેથી મેઈન ગેટની ચાવી ઝુંટવીને દરવાજો ખોલી ભાગી ગયા હતા જે અંગે જુનાગઢ એ.ડી.વી. પોલીસ મથક ખાતે ગુનો દાખલ થયો હતો

વધુમાં આરોપી આ ગુનામાં છેલ્લા 17 વર્ષથી ઉતર પ્રદેશ, દિલ્હી ખાતે પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. જો કે આખરે સુરત કરાઈ બ્રાંચની ટીમે બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો હતો. હાલ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીનો કબજો જુનાગઢ પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી છે.

أحدث أقدم