No results found

    વડોદરાની ટ્રાવેલ્સની લક્ઝરી બસનો રાજસ્થાનમાં અકસ્માત, એક મહિલાનું મોત, 17ને ઇજા | Vadodara Travels Luxury Bus Accident In Rajasthan, One Woman Killed, 17 Injured | Times Of Ahmedabad

    વડોદરા26 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    વડોદરા શહેરના મહેશ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની લક્ઝરી બસનો રાજસ્થાન ખાતે અકસ્માત સર્જાયો હતો. બસની આગળ જઈ રહેલ કન્ટેનરમાં બસ ધડાકા ભેર અથડાતા બસમાં સવાર 17 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતા તમામને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જયારે અકસ્માતમાં બસમાં સવાર એક મહિલાનું મોત નીપજ્યું હતું.

    વડોદરાની લક્ઝરી બસનો રાજસ્થાનમાં અકસ્માત સર્જાયો
    મહેશ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે જાણવ્યું હતું કે, વડોદરા થી રાજસ્થાન તેમજ કાશ્મીર માટેની ટુરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તા 22 મેં ના રોજ વડોદરા, અમદાવાદ, નડિયાદ સહીતના શહેરોમાંથી 56 યાત્રીઓને લઇ મહેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની લક્ઝરી બસ ટુર પર નીકળી હતી. ત્યારે રાજસ્થાનના આબુ રોડ થી 100 કિલોમીટર દૂર શિરોહીઁ ડીસ્ટ્રીકના ર્પ્રાર્ડીએમ પાસે હાઇવે પર બસને અકસ્માત નડ્યો હતો.

    આ અકસ્માતમાં 17 લોકો ઈજાગ્રસ્ત થયા
    ​​​​​​​
    વધુમાં જાણવ્યું કે, લક્ઝરી બસની આગળ ચાલી રહેલ એક કન્ટેનરે અચાનક બ્રેક મારતાં પાછળ મુસાફરોને લઈને જઈ રહેલ લક્ઝરી બસ કન્ટેનરની પાછળ ધડાકાભેર અથડાતા બસમાં સવાર 17 યાત્રિકો ઈજાગ્રસ્ત થયા હતા અને બસમાં સવાર યાત્રિકો માટે જમવાનું બનાવતા વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા શકુંતલાબેનનું ગંભીર ઈજા પહોંચતા કરૂણ મોત નીપજ્યું હતું.

    આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું
    આ અકસ્માતના પગલે પ્રાર્ડીએમ પોલીસ પણ ઘટના સ્થળ દોડી આવી હતી અને ઇર્જાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી મૃતક શકુંતલાબેનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતના પગલે ટુર રદ કરી હતી અને ઇર્જાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી તેમની સાથે ના અન્ય યાત્રીઓને પણ અન્ય બસની વ્યવસ્થા કરી પરત તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતક ના પીએમ બાદ તેમના મૃતદેહને વડોદરા લેવાની તજવીજ હાથ ધરી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال