અમીરગઢની મધ્યમાં આવેલા જૈન દેરાસરમાંથી 1.70 લાખના ઘરેણાંની ચોરી કરી શખ્સો ફરાર, ઘટના CCTVમાં કેદ | 1.70 lakh worth of jewelery stolen from Jain Derasar in the center of Amirgarh, men absconded, incident caught on CCTV | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)3 કલાક પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ મધ્યમાં આવેલા જૈન દેરાસરમાં રાત્રિના સમયે કેટલા ઈસમો દેરાસર પ્રવેશી મંદિરમાં મૂર્તિઓને પહેરાવેલા ઘરેણાંની ચોરી કરી ત્યાંથી ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં સ્થાનિકોએ પોલીસની જાણ કરતા અમીરગઢ પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે ઇસમોની શોધખોળ હાથ ધરી છે.

અગાઉ અમીરગઢમાં ઘર આગળ ઉભેલ બાઈકો અને વસ્તુઓની ઉઠાંતરી થઈ હતી પણ હવે મંદોરોમાં પણ ચોરી થઇ રહી છે. ગત રાત્રીના અંધારાનો લાભ લઇ તસ્કરોએ અમીરગઢની મધ્યમાં આવેલ જૈન દેરાસરને નિશાન બનાવ્યું હતું. રાત્રીના ત્રણેક વાગ્યાના સુમારે નિશાચરો દ્વારા જૈન દેરાસરને ટાર્ગેટ બનાવતા દેરાસરના ભગવાનના ઘરેણાં ની ચોરી કરી ગયા હતા, ચોર સીસીટીવી કેમેરામાં ચોરી કરતા કેદ થયા છે. જૈન દેરાસરમાં કુલ 170000 ની ચોરીનો ગુનો નોંધી પોલોસએ તાપસ આરંભી છે.

أحدث أقدم