તમામને 18મી તારીખે હાજર રહેવા આદેશ, છેલ્લી સામાન્ય સભામાં ઉપયોગી સામાનની ખરીદીનો ઠરાવ રદ કરાતા તેડું આવ્યાની ચર્ચા | All were ordered to attend on 18th, discussion of the cancellation of the resolution to purchase useful goods in the last general meeting. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • All Were Ordered To Attend On 18th, Discussion Of The Cancellation Of The Resolution To Purchase Useful Goods In The Last General Meeting.

વલસાડ7 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના પારડી નગર પાલિકાનો છેલ્લી સામાન્ય સભામાં શાસક પક્ષ અને વિપક્ષ સભ્યોએ મળીને.શહેરના વિકાસના કામો જરૂરી સાધન સામગ્રી ખરીદવા મુકેલું કામ રદ્દ કરવામાં આવતા અનેક જરૂરી સાધન સામગ્રી લેવા દેવામાં આવી ન હતી. નગર પાલિકાના વિકાસના કામો માટે જરૂરી.સાધન સામગ્રી.ખરીદવાનું કામ ટલ્લે ચઢતા સુરત ખાતે પારડી નગર પાલિકાના 28 પૂર્વ સભ્યોને પ્રાદેશિક કમિશનરનું 18મી મેં નું તેંડુ આવતા પાલિકાના વળતુરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વલસાડ જિલ્લાની પારડી પાલિકાના 28 પૂર્વ સભ્યોને પ્રાદેશિક કમિશનર સુરતનું તેડું આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પારડી નગરપાલિકાની 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી છેલ્લી સામાન્ય સભામાં ઉપયોગી માલ સામાનની ખરીદવા કરાયેલ ઠરાવો રદ કરવામાં આવ્યો હતો. આ માલ સામાનની ખરીદી કામગીરી અટકી પડી હતી. ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ, જનરેટર, સ્ટ્રીટ લાઈટ, કચરાપેટી, ફોગીંગ મશીન, સહિતના રદ કરાયેલા ઠરાવ સામે તત્કાલિન ચીફ ઓફિસર બી.બી. ભાવસારે પાલિકાના પ્રાદેશિક કમિશનરને પત્ર દ્વારા ઠરાવ રિવ્યૂ કરવા જણાવાયું હતું. પ્રાદેશિક કમિશ્નરે તમામ 28 પૂવઁ સભ્યોને 18મી મેના રોજ સુનાવણીમાં હાજર રહેવા જણાવાયું છે. ત્યારે છેલ્લી સામાન્ય સભામાં કરેલા વિવાદી ઉપયોગી સર સામાનની ખરીદીનો ઠરાવ રદ કરતા પૂર્વ સભ્યોને ભારે પડી શકે છે. પ્રાદેશિક કમિશનર સુરત ખાતે નગરપાલિકા એક્ટ સભ્ય અધિકારીઓ અને નોકરીની જવાબદારી ની કલમ 70 અને 258 હેઠળ સુનાવણી કરવામાં આવશે.

પારડી નગર પાલિકાના અધિનિયમ એક્ટ 70 અને 258(1) હેઠળ પૂર્વ પાલિકાના તમામ સભ્યોને બોલાવવામાં આવ્યા છે. જે પાલિકાના વિકાસના કામોને અવરોધ ઉભો કરવો અથવા કામોને ટલ્લે ચઢાવ્યા હોય કે ઉચાપત થઈ હોય તેવા કિસમાં 70 અને 258(1) હેઠળ પાલિકાના કમિશ્નર પાલિકાના સભ્યોને સાંભળવા બોલાવવાની સત્તા છે. તે સત્તાના હેઠળ પાલિકાના તમામ 28 સભ્યોને તેંડુ આવ્યું છે. તેમાં નોટિસમાં લખવામાં આવ્યું હોવાથી તેમ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે તેમ પારડી નગર પાલિકાના વિપક્ષ સભ્ય અને પૂર્વ ઉપ પ્રમુખ બીપીનભાઈ પટેલે જણાવ્યું છે. પાલિકાના ચાલતા ભ્રષ્ટચાર અંગે વારંવાર રજૂઆતો કરી છે.

Previous Post Next Post