વડોદરાના વાઘોડિયા રોડ ઉપરના મકાનો-દુકાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરી 18 મીટરનો રોડ ખૂલ્લો કરાયો | Houses-shops on Waghodia Road in Vadodara were removed with tight police presence and an 18-meter road was opened. | Times Of Ahmedabad

વડોદરા44 મિનિટ પહેલા

  • કૉપી લિંક
રસ્તા રેષામાં આવતા દબાણો દૂર કરાયા. - Divya Bhaskar

રસ્તા રેષામાં આવતા દબાણો દૂર કરાયા.

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા રસ્તા રેષામાં આવતા દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે વાઘોડિયા રોડ ઉપર 18 મીટરના રોડ ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ટી.પી. 43માં 18 મીટરના રોડ ઉપર કાચા-પાકા દબાણો થઇ ગયા હતા. જેની સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. આ દરમિયાન આજે પાલિકાની દબાણ શાખા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી ગેરકાયદેસરના દબાણો દૂર કરી 18 મીટરનો રોડ ખૂલ્લો કરવામાં આવ્યો હતો.

અગાઉ નોટિસો અપાઇ હતી
શહેરના વાઘોડિયા રોડ ડ્રાફ્ટ ટી.પી. 43માં 18 મીટર રોડ ઉપર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે આજે પાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગ તેમજ દબાણ શાખાની ટીમો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. પોલીસ કાફલા સાથે પાલિકાની ટીમ પહોંચતા જ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જો કે, પાલિકા દ્વારા અગાઉ નોટિસો આપવામાં આવી હોવાથી મોટા ભાગના દબાણકારોએ સ્વૈચ્છીક પોતાના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

બે માળના મકાનો ઉપર જે.સી.બી. ફેરવાયું.

બે માળના મકાનો ઉપર જે.સી.બી. ફેરવાયું.

લોકોના ટોળા એકઠા થઇ ગયા
પાલિકાની દબાણ શાખા દ્વારા 18 મીટર રોડ ઉપર સન મિલન ફ્લેટથી ઇશ્વાર નગર થઇ વાત્સલ્ય કોમ્પ્લેક્ષ સુધી બંધાઇ ગયેલા ગેરકાયદેસરના કાચા-પાકા 12 મકાનો, પાકી ઓરડીઓ અને કાચી-પાકી 13 દુકાનો દૂર કરી હતી. કેટલાંક મકાન માલિકો અને વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક રીતે દબાણો દૂર કરવામાં પાલિકાને મદદ કરી હતી. આ કામગીરી દરમિયાન કોઇ અપ્રિય ઘટના બની નથી, પરંતુ સ્થાનિક લોકોના ટોળા સ્થળ પર એકઠા થઇ ગયા હતા. ​​​​​​​

કાટમાળમાં ફેરવાયેલા મકાનો-દુકાનો.

કાટમાળમાં ફેરવાયેલા મકાનો-દુકાનો.

18 મીટરનો રોડ ખૂલ્લો કરાયો
​​​​​​​
વડોદરા મહાનગર સેવા સદનના ટાઉન પ્લાનિંગ વિભાગના સર્વેયર ચંદ્રકાંત વરીયાએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર સેવા સદન દ્વારા છેલ્લા કેટલાંક સમયથી રસ્તા રેષામાં આવતા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજે વાઘોડિયા રોડ ઉપર ડ્રાફ્ટ ટી.પી.43માં 18 મીટરના રોડ ઉપરના દબાણો દરૂ કરી 18 મીટરનો રોડ ખૂલ્લો કરવામાં આવ્યો હતો. આ કામગીરી આવનારા દિવસોમાં પણ અવિરત પણે ચાલશે. જે લોકોએ દબાણો કર્યા હશે તે દબાણો કોઇ પણ જાતની શરમ રાખ્યા વિના દૂર કરવામાં આવશે.

أحدث أقدم