રથયાત્રા પહેલા વેજલપુર અને સરખેજમાંથી ગેરકાયદે 2 પિસ્તોલ અને 3 જીવતા કારતુસ સાથે બે શખસ ઝડપી પાડ્યા | Two persons arrested with 2 illegal pistols and 3 live cartridges from Vejalpur and Sarkhej before Rath Yatra | Times Of Ahmedabad

અમદાવાદ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદમાં નિકળનારી 146મી રથયાત્રાને હવે થોડો સમય બાકી રહ્યો છે. તેવામાં કોઈ અનિશ્ચનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્કતા દાખવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના બે અલગ અલગ વિસ્તારોમાંથી ગેરકાયદે હથિયાર સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા.

સરખેજમાં ગેરકાયદે હથિયાર સાથે એક ઇસમ ઝડપાયો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરખેજ વિસ્તારમાંથી ગેરકાયદે હથિયાર સાથે સદ્દામહુસેન મોમીનને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી પોલીસે એક દેશી બનાવટની પિસ્તોલ અને એક જીવતો કારતુસ કબ્જે લીધો હતો. પોલીસને પકડાયેલ આરોપીની પૂછપરછમાં ત્રણેક મહિના અગાઉ ફતેહવાડી વિસ્તારમાં રહેતા બાબુ કાળીયા પાસેથી પિસ્તોલ ખરીદી હોવાનું જાણવા મળતા હથિયાર આપનાર બાબુને વોન્ટેડ જાહેર કરી પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

શખસે ફાયરિંગ કર્યું હોવાનું કબુલાત
વધુમાં પકડાયેલ આરોપીએ હથિયાર ચાલુ છે? તે અંગે ચેક કરવા અવાવરૂ જગ્યાએ ફાયરિંગ કર્યું હોવાનું પોલીસ સમક્ષ કબુલાત આપતા તે અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે આરોપી સદ્દામહુસેન સામે હત્યા, મારમારી સહિતના ગુનામાં જેલની હવા ખાઈ ચુક્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બીજીબાજુ ક્રાઇમ બ્રાન્ચે વેજલપુર વિસ્તારમાંથી ગેરકાયદે એક પિસ્તોલ અને 2 જીવતા કારતુસ સાથે અનિશઅહેમદ કછોટને ઝડપી પાડ્યો.

યુપીના એક શખસ પાસેથી હથિયાર ખરીદ્યું
પકડાયેલ આરોપીએ જુહાપુરા ખાતે નોંનવેઝની હોટલ ચલાવતો હોવાથી ત્યાં અવારનવાર ઝઘડાઓ થતા હોવાથી અને કોઈ લુખ્ખાતત્વો હેરાન ન કરે તે માટે યુપીના એક શખસ પાસેથી હથિયાર ખરીદ્યું હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી. આરોપી અનિશઅહેમદ વર્ષ 2010માં વિરમગામ પોલીસ મથકે દાખલ થયેલ મારામારીના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું પણ સામે આવ્યું છે.

Previous Post Next Post