2 મહિનામાં ઓપરેશન્સ શરૂ કરવામાં આવશે, સમગ્ર સ્ટ્રક્ચર તૈયાર થવામાં અંદાજીત એકાદ વર્ષનો સમય લાગશે | Operations will be started in 2 months, it will take approximately one year to complete the entire structure | Times Of Ahmedabad

રાજકોટ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટની ભાગોળે આવેલા હીરાસર ખાતે વડાપ્રધાન મોદીનાં ડ્રિમ પ્રોજેકટ એવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. જેમાં જમીન સંપાદનને લઈ નાના-મોટા વિઘ્નો આવ્યા હતા. જોકે હાલમાં જમીન સંપાદન સહિતનાં પ્રશ્નો ઉકેલાઈ ગયા છે. આ એરપોર્ટ ખાતેથી આગામી 2 મહિનામાં ઓપરેશન્સ શરૂ કરવામાં આવનાર હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું.

હીરાસર એરપોર્ટ ખાતે બાઉન્ડ્રી વોલનો પ્રશ્ન હતો
કલેક્ટર પ્રભવ જોશીએ કહ્યું હતું કે, હીરાસર એરપોર્ટ ખાતે બાઉન્ડ્રી વોલનો પ્રશ્ન હતો. જોકે મારા જોઇનિંગ બાદ એક મહિના પહેલા મેં રૂબરૂ મુલાકાત લીધી હતી. બાદમાં રાજ્ય સરકાર સાથે સંકલન કરીને કામ પણ શરૂ કરાવી દીધું છે. જમીન માલિકને મળવાપાત્ર રકમની પ્રક્રિયા ચાલી રહી છે. આ કારણે હવે ત્યાં બાઉન્ડ્રી વોલ થઈ ગયા બાદ ડીજીસીએની મંજૂરી માટેની પ્રક્રિયા કરી શકાશે. જેને લઈને અંદાજીત બે મહિનામાં એપ્રુવ મળી ગયા બાદ ફ્લાઈટનાં ઇન્ટરીમ ઓપરેશન્સ શરૂ કરી શકાય તેવી આશા છે.

સ્ટ્રક્ચર તૈયાર થવામાં અંદાજીત એક વર્ષનો સમય લાગશે
વધુમાં તેમણે કહ્યું કે, હવે ડીજીસીએનાં અપ્રુવલ માટે કોઈ કામગીરી બાકી રહેતી નથી. ફાયર બ્રિગેડની પણ આંતરિક વ્યવસ્થા થઈ ચૂકી છે. આ સિવાય પણ લગભગ તમામ જરૂરી કામગીરી પૂર્ણ થઈ છે. શરૂઆતી તબક્કામાં ઇન્ટરીમ બિલ્ડીંગમાંથી ઓપરેશન્સ કરવામાં આવશે. જોકે સમગ્ર સ્ટ્રક્ચર તૈયાર થવામાં અંદાજીત એકાદ વર્ષનો સમય લાગી શકે તેમ છે. ત્યારબાદ હાલના એરપોર્ટનું ત્યાં સ્થળાંતર પણ કરી શકાશે. હાલ ઇન્ટરીમ ઓપરેશન અંદાજીત બે મહિનામાં શરૂ થાય તેવી પૂરતી સંભાવના છે.

વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે
હીરાસર એરપોર્ટ ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 280થી વધુ મુસાફરોની વહનક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કિલોમીટરની સ્પીડથી ઊડી શકે એવાં ‘સી’ પ્રકારનાં પ્લેન ઓપરેટ થશે. આને પગલે એરબસ (A 320-200), બોઇંગ (B 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે. આ એરપોર્ટ પર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, MRO/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. 2500 એકરમાં બનવા જઈ રહેલા આ એરપોર્ટમાં 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, 250 એકરનો ગ્રીન ઝોન, 524 એકર સિટી સાઈડ પેસેન્જર સુવિધા માટે અને એવિએશન પાર્ક માટે 250 એકર જમીનનો ઉપયોગ કરાશે.

أحدث أقدم