દેણપ રોડ ઉપર નાળામાં ગાડીએ પલટી મારી એક યુવકનું મોત, 2 ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડાયા | A youth died after a car overturned in a drain on Denap Road, 2 were injured and shifted for treatment. | Times Of Ahmedabad

વિસનગર4 કલાક પહેલા

  • કૉપી લિંક

વિસનગરના દેણપ રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં હરણાહોડાથી ગાડી લઈને ત્રણ યુવકો સિધ્ધપુર જઈ રહ્યા હતા. તે સમયે દેણપ રોડ ઉપર ગાડી નાળામાં પલટી ખાઈ જતા એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે ગાડીમાં સવાર બે યુવકોને પણ ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સિદ્ધપુરના બળવંતસિંહ મોહનસિંહ રાઠોડ ગાડી લઈ ઠાકોર મહેશજી ભૂપતજી અને મેહુલજી ભુપતજી ઠાકોર સાથે હરણાહોડાથી રાત્રે સિદ્ધપુર જવા નીકળ્યા હતા. તે દરમિયાન દેણપ રોડ ઉપર નાળામાં ગાડી પલટી મારી જતાં ઇજા પહોંચતા બળવંતસિંહનું મોત નિપજ્યું હતું. જ્યારે મેહુલ અને મહેશને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ આ બનાવ અંગે બળવંતસિંહના પિતા મોહનસિંહ રાઠોડે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

બાઇક ચોરી થતા ફરિયાદ નોધાઇ
મૂળ રાજસ્થાનના અને હાલ કાંસા ગામે મજૂરી કામ કરતા રામવિર કરોડીલાલ કોળીએ પોતાનું બાઇક 9 માસ અગાઉ ઘર આગળ પાર્ક કરી તેઓ બીમાર થતા રાજસ્થાન વતનમાં ગયા હતા. જ્યાં તેઓ રોકાયા હતા અને ત્યાંથી ગત તારીખ 02/05/2023ના રોજ પરત કાંસા આવતા બાઇક જોવા મળ્યું ન હતું. જેથી આજુબાજુ તપાસ કરતા પણ બાઇક મળી ન આવતા વિસનગર શહેર પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

أحدث أقدم