No results found

    20 દિવસ પછી સતત બીજા દિવસે કોરોનાથી એક દર્દીનું મોત, 10 કેસ | After 20 days, one patient died of corona on the second day in a row, 10 cases | Times Of Ahmedabad

    અમદાવાદ2 કલાક પહેલા

    • કૉપી લિંક

    શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા છે. જ્યારે એક દર્દીનું મૃત્યુ થયું છે. થલેતજની સીતાબા હોસ્પિટલમાં દાખલ 69 વર્ષીય વૃદ્ધાનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. વૃદ્ધાને કોરોનાના ઉપરાંત અન્ય બીજી બીમારી પણ હોવાનું જાણવા મળ્યું છે. વૃદ્ધાએ કોરોનાની રસી પણ લીધી હતી. મંગળવારે પણ અમદાવાદમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે.

    લગભગ 20 દિવસ પછી કોરોનાથી મૃત્યુ થયું
    શહેરમાં લગભગ 20 દિવસ પછી કોરોનાથી મૃત્યુ થયું છે. બુધવારે આખા રાજ્યમાં કોરોનાના 20 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 10 કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, મંગળવારે પણ કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું હતું. ચાંદખેડામાં રહેતા 63 વર્ષના વૃદ્ધને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને કોરોના સિવાય અન્ય કોઈપણ બીમારી ન હતી. રસીના પણ બંને ડોઝ લીધા હતા.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال