બાલાજી મંદિરમાં બાંધકામ વિવાદ મુદ્દે કાલે કલેક્ટર બંને પક્ષોનું હિયરિંગ કરશે, વેરા શાખાએ 20 મિલકત સીલ કરી 2.19 કરોડ વસુલ્યા | Collector to hear both parties tomorrow on Balaji temple construction dispute, tax department seals 20 properties and recovers 2.19 crores | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Collector To Hear Both Parties Tomorrow On Balaji Temple Construction Dispute, Tax Department Seals 20 Properties And Recovers 2.19 Crores

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

કરણસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં બાલાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયેલા બાંધકામના મુદ્દે વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ કલેકટર દ્વારા પ્રાંત અધિકારી ચૌધરીના વડપણ હેઠળ તપાસ કમીટીની રચના કરી રીપોર્ટ મેળવવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી ચૌધરી દ્વારા પણ આ મામલે બન્ને પક્ષોના 6થી 7 પક્ષકારોના હીયરીંગ કરવામાં આવ્યા હતા. તેમજ જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા પણ બાલાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જે જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવેલ છે તેની સ્થળ તપાસ કરવામાં આવી હતી. તેમજ આવતીકાલે કલેકટર દ્વારા સમગ્ર મામલે બન્ને પક્ષકારોનું હીયરીંગ ગોઠવવામાં આવ્યું છે. જે બાદ આગામી સોમ અથવા મંગળવારે કલેક્ટર તેમનો ચૂકાદો જાહેર કરનાર હોવાનું જાણવા મળ્યું છે. જોકે ચર્ચાતી વિગતો મુજબ બાલાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરણસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં જયાં બાંધકામ કરાયું છે તે જગ્યા શિક્ષણ વિભાગની હોવાનું પ્રાંત અધિકારીએ આપેલા રિપોર્ટમાં જણાવાયું છે.

વેરા વિભાગે વધુ 20 મિલકતો સીલ કરી રૂ. 2.19 કરોડ વસુલ્યા
મ્યુ. કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા આજે જુદા જુદા વિસ્તારમાં વધુ 20 મિલ્કત સીલ કરવામાં આવી હતી અને 110 મિલ્કતને ટાંચ જપ્તીમાં લેવામાં આવી હતી. અને વધુ રૂ. 2.19 કરોડ વસુલવામાં આવ્યા હતા. જેમાં વોર્ડ નં.7માં ઢેબર રોડ પર એસ.ટી. બસ પોર્ટની વધુ બે દુકાન સીલ કરાઇ હતી. વોર્ડ નં.5માં માર્કેટીંગ યાર્ડમાં એક દુકાનને નોટીસ સામે સવા લાખનો ચેક જમા થયો હતો. વોર્ડ નં.4ના કુવાડવા રોડ પર, વોર્ડ નં.8ના 150 ફુટ રોડ પર ઇસ્કોન મોલમાં શોરૂમ, નાના મવા રોડ પર સીલની કાર્યવાહી કરતા આ જગ્યાઓ પરથી ચેક આવ્યા હતા. વોર્ડ નં.9માં કાલાવડ રોડ પર હાર્મોની હોમસ, શાસ્ત્રીનગર પાસે આંગન રેસી.,માં સીલની કાર્યવાહી કરતા વેરો જમા થયો હતો. વોર્ડ નં.15ના 80 ફુટ રોડ પર 95 અને કોઠારીયા બાયપાસ પર 3 મિલ્કતને નોટીસ અપાઇ હતી. વોર્ડ નં.16માં કોઠારીયા રોડ પર સત્યલો ફેશનમાં સીલની કાર્યવાહી કરતા ચેક આવ્યો હતો.

દબાણ હટાવ વિભાગે વધુ 110 બોર્ડ-બેનર ઉતાર્યા
મનપાની દબાણ હટાવ શાખાએ જુદા જુદા રસ્તા પરથી વધુ 110 બોર્ડ-બેનર ઉતાર્યા છે. સંત કબીર રોડ, પેડક રોડ, આજી ડેમ ચોક, રેસકોર્ષ, કેનાલ રોડ પર કાર્યવાહી કરવામાં આવી હતી. બાલાજી હોલ, જામનગર રોડ, હોસ્પિટલ ચોક, કેવડાવાડી, ધર્મેન્દ્ર રોડ, એરપોર્ટ રોડ પરથી 18 રેંકડી, પેડક રોડ, પરાબજાર, જંકશન, ગુજરી બજાર, કેનાલ રોડ, ગુંદાવાડી, પેલેસ રોડ, શ્રોફ રોડ, લાખાજીરાજ રોડ, જામનગર રોડ પરથી 111 પરચુરણ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. આનંદ બંગલા ચોક, જયુબીલી, જંકશન, રામનાથપરા રોડ પરથી 154 કિલો કેરી સહિતના ફ્રુટ અને શાકભાજી કબ્જે કરાયા હતા. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારમાંથી રૂા.43 હજારનો મંડપ કમાન ચાર્જ, રૂા.33 હજારનો વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.

રેવન્યુ અપીલની સત્તા નાયબ મામલતદારને આપતા કલેક્ટર
રાજકોટ જીલ્લા કલેકટર કચેરીએ દર બુધવારે યોજાતા રેવન્યુ અપીલના બોર્ડમાં મુદત આપવા સહિતની સત્તા હવે નાયબ મામલતદારને પણ કલેકટર પ્રભવ જોશી દ્વારા સોંપવામાં આવી છે. તાજેતરમાં કેવડીયા ખાતે આયોજીત રાજયભરના સનદી અધિકારીઓની ચિંતન શિબિરમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. જે બાદ રેવન્યુ અપીલના કેસોનો ઝડપી નિકાલ થાય તે માટે કલેકટર પ્રભવ જોશી દ્વારા રેવન્યુ અપીલના બોર્ડમાં તાકીદના ધોરણે આ નવી જોગવાઈનો અમલ કરી દેવામાં આવ્યો છે. રેવન્યુ અપીલના કેસોમાં બન્ને પક્ષોને સાંભળવાના હોય કેસોના ચૂકાદા ઝડપથી આવી શકે તે માટે કલેકટર પ્રભવ જોશી દ્વારા આ બોર્ડમાં મુદત આપવા સહિતની સત્તા હવે નાયબ મામલતદારને પણ સોંપી દેવામાં આવી છે.

أحدث أقدم