20મીએ અમિત શાહ ગાંધીનગર આવશે, મહાનગરપાલિકાના રૂ.400 કરોડના કામોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરશે | On 20th, Amit Shah will come to Gandhinagar, will inaugurate Rs.400 crore worth of municipal works - Khatmuhurat | Times Of Ahmedabad

ગાંધીનગર6 કલાક પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોની સુખાકારી માટે વિવિધ પ્રકલ્પોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં શહેરીજનોની સુવિધામાં વધારો કરવા માટે જુદા જુદા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે. આમ કુલ 400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સેક્ટર 21 ડીસ્ટ્રીકટ શોપિંગ સેન્ટર ખાતે પાર્કિંગના નવીનીકરણની કામગીરી, સેક્ટર 11,17,21 અને 22 ના આંતરિક રોડને ચારમાર્ગીય કરવાની કામગીરી અને વિવિધ સ્થાન પર સોલાર રૂફટોપ સીસ્ટમ અને સોલાર ટ્રી મુકવાની કામગીરીનું લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત રોડ નં.6 LC 11 C પર રેલ્વે ઓવર બ્રીજ બનાવવાની કામગીરી, રાંધેજા અને પેથાપુર વિસ્તારમાં નવા સ્મશાનગૃહ તથા હયાત સ્મશાનના રીનોવેશનની કામગીરી, ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાટર્સ બનાવવાની કામગીરી,વાવોલ મહાકાળી ટેમ્પલ ખાતે તળાવ ડેવલપમેન્ટની કામગીરી, સેક્ટર-2,24 અને 29ના અર્બન હેલ્થ સેન્ટરમાં ફર્નિચરની કામગીરી, સેક્ટર-26 માં બગીચાની રીનોવેશનની કામગીરી, સેક્ટર-30 અને બોરીજ ગામમાં બગીચાઓની રીનોવેશનની કામગીરીનું ખાતમુહૂર્ત કરાશે.

આ ઉપરાંત સેક્ટર-1 (ગાયત્રી મંદિર ),સેક્ટર-3 એ કોર્નર,સેક્ટર-૨૧ (અપના બજાર ), સેક્ટર-22(પંચશીલ સોસાયટી), સેક્ટર-23 (વિરાટનગર) બગીચાઓની રીનોવેશનની કામગીરી, ચરેડી હેડવર્ક ખાતે નવીન વોટર ડિસ્ટ્રીબ્યુશનના નિર્માણની કામગીરી,ધોળાકૂવા ગામ ખાતે આર. સી. સી. રોડ અને પાણીની મેઇન લાઈન નાખવાની કામગીરી, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વિવિધ સેક્ટરમાં કમ્પાઉન્ડ વોલ માટેની કામગીરી, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સેક્ટર-26 કિશાનનગર ખાતે સી. સી. રોડ તથા સ્ટ્રોમ વોટરની કામગીરી,પેથાપુર ખાતે 15 એમ.એલ.ડી.નો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી,ટી.પી 410 ના ફાઈનલ પ્લોટ – 389 અને 468 ખાતે 2 તથા ટી.પી 72 ના ફાઈનલ પ્લોટ – 122 (ઝૂંડાલ-અમીયાપુર-સુઘડ) ખાતે એક એમ કુલ ૩ વોટર ડિસ્ટ્રીબ્યુશનના નિર્માણની કામગીરી,ટી.પી. 239 (પાર્ટ),238, 79(પાર્ટ),46(પાર્ટ), 410, 409 B,81 (પાર્ટ), 72(પાર્ટ),234(પાર્ટ), 74(પાર્ટ),62, 61, 57(પાર્ટ) અને 409/એ (ઝુંડાલ-ખોરજ-અમીયાપુર-સુઘડ-ભાટ) ખાતે પીવાના પાણીની 5 વર્ષના મરામત નિભાવણી સાથે લાઈન નાખવાની કામગીરી, ભાટ (ટી.પી-79 ફાયનલ પ્લોટ-62) ખાતે ટર્મિનલ સીવરેજ પમ્પીંગ સ્ટેશન બનાવવાની કામગીરી, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ સુઘડ (ટી.પી-81 ફાયનલ પ્લોટ – 24) ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ક્લીયર વોટર પમ્પ હાઉસ બનાવવાની કામગીરી અને સરગાસણ ગામતળ અને ટી. પી.7 ખાતે ગટર લાઇન નાખવાની તેમજ પાણી માટેના હાઉસ કનેક્શન આપવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

أحدث أقدم