الجمعة، 26 مايو 2023

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત માટે 20 ફુટ લાંબી રંગોળી, બનાવતાં 7 કલાક લાગ્યા | A 25 feet long rangoli to welcome Dhirendra Shastri of Bageshwar Dham, took 7 hours to make rangolil | Times Of Ahmedabad

11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજથી નિલગીરી સર્કલ ખાતે શ્રદ્ધાળુઓના ઉત્સાહ વચ્ચે બે દિવસીય બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનું બે દિવસીય દિવ્ય પ્રવચનનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અવસરે ગુજરાત જ નહીં દેશના ખુણે ખુણેથી ભક્તોનો જમાવડો ગઈકાલ રાતથી જ નિલગીરી ગ્રાઉન્ડ ખાતે થઈ ચૂક્યો છે. ગ્રાઉન્ડ ખાતે વિશાળ સ્ટેજની સામે જ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજની વિશાળ રંગોળી બનાવવામાં આવી રહી છે.

ગ્રાઉન્ડમાં સવારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
બીજી તરફ નિલગીરી ગ્રાઉન્ડ ખાતે આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દિવ્ય દરબારની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો હતો. આ અવસરે ગ્રાઉન્ડ ખાતે વિશાળ સ્ટેજની સામે જ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજની વિશાળ રંગોળી બનાવવામાં આવી છે.

આબેહૂબ ધીરેન્દ્ર શાસ્ત્રી જેવી રંગોળી
શહેરના કલાકારો કિરણ પ્રજાપતિ સહિત ત્રણ દ્વારા નિલગીરી ગ્રાઉન્ડ ખાતે બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્રશાસ્ત્રીના દિવ્ય દરબારના કાર્યક્રમને ધ્યાને રાખીને સ્ટેજની સામે જ 20 ફુટ લાંબી ભવ્ય અને વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. જેમાં સાક્ષાત બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનું ચિત્ર બનાવવા માટે સવારથી જ રંગોળીના કલાકારો શહેરના કલાકારો દ્વારા જોતરાયા હતા. 7 કલાક જેટલો સમય લાગ્યો હતો.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.