Wednesday, May 10, 2023

મહેસાણા જિલ્લામાં ભાજપ દ્વારા ઉપ-પ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ સહિત 20 હોદ્દેદારોની નિમણૂંક | Appointment of 20 office bearers including Vice President, General Secretary, Minister, Treasurer by BJP in Mehsana District | Times Of Ahmedabad

મહેસાણા5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં ભાજપ પ્રમુખ તરીકે ગિરીશ રાજગોરે જવાબદારી સંભાળ્યા બાદ જિલ્લાના તાલુકા અને શહેર સંગઠનમાં પ્રમુખ પદ સિવાયના ઉપ અને મુખ્ય હોદ્દેદારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં નવા 20 હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે.

વિધાનસભા ચૂંટણી બાદ મહેસાણા જિલ્લા ભાજપ સંગઠનમાં આવેલા પરિવર્તનમાં સૌથી પહેલા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જશુ પટેલને બદલી ગિરીશ રાજગોરની પસંદગી કરવામાં આવી હતી. ગિરીશ રાજગોરની પસંદગી બાદ જિલ્લા સંગઠનમાં પરિવર્તન થવાના સુર ઉઠ્યા હતા. ત્યારે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર દ્વારા પ્રથમ યાદી જાહેર કરી જિલ્લાના 10 તાલુકા અને સાત શહેર પ્રમુખ સિવાયના ઉપ અને મુખ્ય હોદ્દેદારોની નિમણૂક કરતા તમામ સેન્ટર ઉપર ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી અને કોષાધ્યક્ષ સહિતનાં મુદ્દા ઉપર પસંદગી કરવા નવા કાર્યકરોને તક આપવામાં આવી છે.

ઉપ-પ્રમુખ

(1) નિલેષ પટેલ – ઊંઝા શહેર (2) ભીખાભાઇ સી સોલંકી-ખેરાલુ તાલુકો (3) સંજય ભાઈ જી પટેલ-મહેસાણા તાલુકો (4) મુકેશભાઈ જી મહેતા- સતલાસણા તાલુકો (5) ભરતભાઇ પટેલ- વિજાપુર તાલુકા (6) જસીબેન જે મકવાણા – મહેસાણા તાલુકા (7) ચંદ્રિકાબેન પટેલ – જોટાણા તાલુકા (8) ભરત ભાઈ બી પટેલ – કડી તાલુકા

મહામંત્રી

(1) ડો જે.એફ.ચૌધરી- મહેસાણા શહેર (2) ભગાજી ટી.ઠાકોર – બેચરાજી તાલુકા (3) મહેશભાઈ એસ પટેલ – વડનગર તાલુકા

મંત્રી

(1) કમલેશભાઈ કે પટેલ- વિસનગર તાલુકા (2) ગીતાબેન કે પ્રજાપતિ- ખેરાલુ તાલુકા (3) દેવેન્દ્ર ઠાકોર- મહેસાણા તાલુકા (4) ચેતનાબેન એમ દવે- વિસનગર શહેર (5) લતાબેન વી ખમાર- કડી શહેર (6) ચંદ્રિકાબેન ડી પટેલ- મહેસાણા શહેર (7) નારણભાઈ બી પહાડિયા- વિજાપુર તાલુકા (8) મિતલબેન આર પટેલ- વિજાપુર તાલુકા

કોષાધ્યક્ષ

(1) કમલેશભાઈ એચ પટેલ- વડનગર શહેર

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.