ભરૂચ પાલિકામાં 2000 કરતા વધુ વાંધા અરજીઓ આવી, બે દિવસ બાકી હોય વધુ લોકોને અરજી કરવા વિપક્ષની અપીલ | More than 2000 objection petitions received in Bharuch municipality, opposition appeals to more people to apply with two days left | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • More Than 2000 Objection Petitions Received In Bharuch Municipality, Opposition Appeals To More People To Apply With Two Days Left

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભરૂચ નગરપાલિકા દ્વારા માર્ચ મહિનાની બજેટ લક્ષી સામાન્ય સભામાં સૂચિત વેરા વધારા અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો. પ્રજાહિતમાં વિપક્ષે વિરોધ કર્યો હતો પરંતુ સત્તા પક્ષના નગર સેવકોએ બહુમતીના જોરે સૂચિત વેરા વધારાના ઠરાવને મંજૂરની મહોર મારી હતી.

ભાજપ શાષિત ભરૂચ નગરપાલિકાના માથે રહેલું દેવું પૂરું કરવા શહેરીજનોના માથે બોજો નાખી રહ્યા હોવાના આક્ષેપ સાથે સૂચિત વેરા વધારાના વિરોધમાં વિપક્ષના સભ્યોએ મહા અભિયાન ઉપાડ્યું છે, સૂચિત વેરા વધારાને નાબૂદ કરવા માટે શહેરમાં વિવિધ સ્થળોએ વાંધા અરજીઓ કરવા માટે શહેરીજાનો મદદરૂપ થવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હાલમાં અત્યાર સુધી 2000 થી 2500 જેટલી વાંધા અરજીઓ નગરપાલિકા ખાતે જમા કરવામાં આવી છે. હજુ વાંધા અરજી નગરપાલિકામાં રજૂ કરવા માટેના બે દિવસ બાકી છે. તા.26/05/23(શુક્રવાર) સુધી વાંધા અરજી નગરપાલિકા ખાતે સ્વીકારવામાં આવશે. પ્રજાને અપીલ છે કે સૂચિત વેરા વધારાના વિરોધમાં વધુમાં વધુ વાંધા અરજી કરે.

વિપક્ષ દ્વારા સૂચિત વેરા વધારા સામે આવેલ વાંધા અરજીઓ બાબતે અને સાઈન બોર્ડ સાથે 29 મી મેના રોજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસને મળી સૂચિત વેરા વધારાને નાબૂદ કરવાની માંગણી કરવામાં આવશે.

Previous Post Next Post