‘2022માં દેશભરમાં સાયબર ક્રાઇમની 10.23 લાખ પોલીસ કમ્પ્લેઇન થઈ, લોકો રાતોરાત કરોડપતિ બનવા સાયબર ક્રાઇમ કરે છે’ : અશોક કુમાર | Ashok Kumar said: '10 lakh police complaints of cybercrime across the country in 2022, people commit cybercrime to become overnight millionaires' | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Ashok Kumar Said: ’10 Lakh Police Complaints Of Cybercrime Across The Country In 2022, People Commit Cybercrime To Become Overnight Millionaires’

વડોદરા6 કલાક પહેલા

  • કૉપી લિંક
ઉત્તરાખંડના DGP અશોકકુમાર. - Divya Bhaskar

ઉત્તરાખંડના DGP અશોકકુમાર.

ઉત્તરાખંડના DGP અશોકકુમાર વડોદરા લિટરેચર ફેસ્ટીવલમાં ભાગ લેવા માટે વડોદરા આવ્યા હતા. જ્યાં તેઓએ વડોદરા પોલીસ ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સાયબર ક્રાઇમ અંગે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હું સાયબરની દુનિયામાં કોઇપણ સ્ટેપ ઉઠાવુ તો ઓછામાં ઓછી 5થી 10 સેકન્ડ પોતાને આપવી જોઇએ કે, આપણે શું કરીએ છીએ? લાઇફ એટલી ફાસ્ટ થઇ ગઇ છે કે, કંઇપણ મેસેજ આવે છે, તો આપણે ફટાક લઇને યસ કરી દઇએ છીએ. આવુ નથી કરવાનું, કેમ ફ્રેન્ડ રિકવેસ્ટ આવી? કેમ ઓટીપી માંગે છે? કેમ મારી કેવાયસી જોઇએ છે? હમણા તો હું બેંકમાંથી આવ્યો છું. પોતાની જાતને 10 સવાલ કરવા જોઇએ. તો આપણે સમજી જઇશું કે, મારી સાથે કોઇ છેતરપિંડી કરી રહ્યું છે.

2022માં સાયબર ક્રાઇમની 10.23 લાખ પોલીસ ફરિયાદ
પહેલા નાઇજીરીય ફ્રોડ કહેતા હતા પરંતુ, હવે તો ભારતભરમાં આવા સાયબર ફ્રોડ ફેલાઇ ગયા છે. હરીયાણા અને રાજસ્થાન બોર્ડર બેલ્ટ પર તો આ જ થઇ રહ્યું છે. આ વધુને વધુ ફેલાઇ રહ્યું છે. દેશભરમાં 2022માં સાયબર ક્રાઇમની 10.23 લાખ પોલીસ કમ્પ્લેઇન થઈ છે.

એક મહિનામાં કરોડપતિ બની જાય છે
તેમને પોતાના પુસ્તક સાયબર એન્કાઉન્ટર્સ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં મારા પુસ્તકમાં 12 કહાનીઓ લખી છે, જેમાં અલગ-અલગ ક્રિમિનલ છે. જેમાં દરેકમાં મોડસ ઓપરેન્ડી અલગ-અલગ છે. નોર્મલી ક્રિમિનલ સોસાયટીનો એ ભાગ છે જે સુખી નથી, લોઅર સ્ટેટસ છે. ઇકોનોમીકલ, સાઇકોલોજીકલ અને સોશિયલ ઘણા ફેક્ટર કામ કરે છે, સાયબર ક્રાઇમમાં આ ફેક્ટર તો છે જ. પરંતુ, સાયબર ક્રાઇમ થોડું અલગ પણ છે. જામતાડા અને મેવાડ બેલ્ટ પર આવા લોકોએ શરૂઆત કરી, પરંતુ, આ ક્રાઇમ એટલો ઝડપથી વધી રહ્યો છે અને પૈસા એમાં ખૂબ છે અને લોકો મહિનામાં કરોડપતિ થઇ જાય છે, જેથી આવા સાયબર ક્રાઇમ કરતા લોકોને જોઇને વધુ લોકો સાયબર ક્રાઇમ કરી રહ્યા છે. એટલે એવુ નથી રહ્યું કે, બેરોજગાર લોકો જ સાયબર ક્રાઇમ કરે છે.

ચાઇનીઝ ફ્રોડની પણ વાત કરી
પાવર બેંક એપ 2021 સુધી ગુગલ પ્લે પર આવી હતી. તેઓ 15 દિવસમાં પૈસા ડબલ કરી આપવાની વાત કરતા હતા અને વિશ્વાસ અપાવવા માટે કહેતા હતા કે, આઇઆઇટી અને આઇઆઇએમના વાળાના સ્ટાર્ટઅપ પર પૈસા લગાવીએ છીએ. એટલે પૈસા ડબલ થાય છે. લોકોના પૈસા ડબલ થતા પણ હતા. આ એપ બંધ થઇ ત્યારે 10 લાખ લોકોએ આ એપને ડાઉનલોડ કરેલી હતી. આ કેસને અમે નોંધ્યો હતો અને ત્યારબાદ બેંગ્લોર અને દિલ્હી પોલીસે કેસ નોંધ્યો હતો. આ કેસમાં 250 FIR દેશભરમાં થઈ હતી અને 1500 કરોડનું ફ્રોડ થયું હતું. આની પાાછળ ચાઇનીઝ લોકો હતા અને ક્રિપ્ટોકરન્સીથી દેશની બહાર ગયા હતા.

أحدث أقدم