મહેસાણા જિલ્લામાં વર્ષ 2022-23 માં 33720 બાળકો અને 32683 સગર્ભાનું વેકસીનેશન કરાયું | 33720 children and 32683 pregnant women were vaccinated in the year 2022-23 in Mehsana district. | Times Of Ahmedabad

મહેસાણા6 કલાક પહેલા

  • કૉપી લિંક

સગર્ભા માતા અને બાળ રસીકરણ એ જાહેર આરોગ્યનો એક મહત્વપૂર્ણ ઘટક છે. રસી સગર્ભા માતા બાળકોને ચેપી રોગોની શ્રેણી સામે રક્ષણ આપવા માટે સલામત અને અસરકારક રીતે મદદ કરે છે. આ બંન્ને ને યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં રસી મેળવે તેની ખાતરી કરવા માટે ભલામણ કરેલ સમયપત્રકનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. જે માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને દરેક જિલ્લામાં આરોગ્ય કેરીઓ દ્વારા દરેક સગર્ભા માતા અને બાળક રસી મેળવી અને સુરક્ષિત થાય એ સહિયારી જવાબદારી રે છે નિભાવવા માં આવે છે જેને પગલે માહિતી જિલ્લામાં વર્ષ 2022 અને 23 માં 33720 બાળકોને વેકસીનેશન કરાયું હતું

મહેસાણા જિલ્લામાં દર સોમવારના મેડીકલ કોલેજ, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, સીએચસી, પીએચસી લેવલ તેમજ યુપીએચસી લેવલ એમ તમામ સરકારી આરોગ્ય સંરથાઓમાં મમતા સેશન યોજવામાં આવે છે. તેમજ ગ્રામ્ય કક્ષાએ દર બુધવારે મમતા સેશન યોજવામાં આવે છે. આઉટરીચ એરિયામાં પણ સેશનનો પ્લાનીંગ કરીને રસીકરણ કરવામાં આવે છે. મહેસાણા જિલ્લામાં વર્ષ 2022 23માં આરોગ્ય માંથી 33720 બાળકો ને જ્યારે 32683 સગર્ભા ને વેક્શીનેશન કરવામાં આવ્યું છે. આમ ગત વર્ષે 33720 થી વધારે મમતા શેસન આયોજન કરીને બાળકોને રસી આપી રક્ષિત કરવામાં આવેલ હતા.

તેમ આ વર્ષે પણ એપ્રિલ માસમાં 4403 બાળ્કોને રસી અપાઈ છે તેમજ તેથી વધારે સેશનનું વાર્ષિક પ્લાનીંગ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષમા જિલ્લામાં તમામ સ્ત્રી આરોગ્ય દીઠ 1 અને આશા દીઠ-1 અને આંગણવાડી દીઠ એક રસીકરણ સમય ચક્ર આપવામાં આવ્યું. જેથી રસીકરણમાં કોઈ પણ બાળક પહેલી વાર આવે ત્યારે કઈ ઉંમરે કઈ રસી આપવામાં આવશે તે પહેલેથી જાણ કરી શકાય.

أحدث أقدم