આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-2023 અંતર્ગત દાંતીવાડામાં મિલેટ્સમાંથી બનતી મૂલ્યવર્ધન પ્રોડક્ટસ વિશે કાર્યક્રમ યોજાયો | A program on value addition products made from millets was held in Dantiwada under International Millet Year-2023. | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-2023 અંતર્ગત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રોમાં વિકાસ અર્થે કાર્યરત નાબાર્ડ પુરસ્કૃત એસડીએયૂ રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટર SDAU RBIC દ્વારા આજ રોજ પ્રજ્ઞાચક્ષુ બહેનોની મિલેટ્સમાંથી બનતી મૂલ્યવર્ધન પ્રોડક્ટસ પર એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

SDAU RBIC દ્વારા અંદાજિત 9 જેટલી મહિલા તાલીમાર્થીઓને ફૂડ ટેક્નોલોજી મહાવિદ્યાલય અને બેકરી શાખા ખાતે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. SDAU RBIC દ્વારા આયોજીત આ તાલીમમાં ભાગ લેનાર પ્રત્યેક પ્રજ્ઞાચક્ષુ મહિલા પગભર થાય અને સ્વરોજગારી મેળવી રહે તે ઉદેશ્ય સાથે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનાં ફૂડ ટેકનોલોજી વિભાગના હેડ ઇશ્વરભાઇ પટેલે એસડીએયૂ રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટરની પ્રવૃત્તિઓ વિશે પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને વિગતવાર માહિતી આપી હતી.

أحدث أقدم