રાજ્ય કક્ષાના ગુજરાત ગૌરવ દિન ઉજવણી કાર્યક્રમમાં આચાર્ય દેવવ્રતના હસ્તે સરિતા ગાયકવાડને 'ગુજરાત ગરિમા એવોર્ડ-2023' એનાયત થયો | Sarita Gaekwad was awarded 'Gujarat Garima Award-2023' by Acharya Devvrat at the State Level Gujarat Pride Day Celebration Program | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Sarita Gaekwad Was Awarded ‘Gujarat Garima Award 2023’ By Acharya Devvrat At The State Level Gujarat Pride Day Celebration Program

ડાંગ (આહવા)33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગરના આંગણે યોજાયેલા રાજ્ય કક્ષાના ‘ગુજરાત ગૌરવ દિન’ની ઉજવણી પ્રસંગે, ડાંગની દીકરી એવી ગોલ્ડન ગર્લ કુ. સરિતા ગાયકવાડનું પણ સન્માન થવા પામ્યું છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રમત ગમત ક્ષેત્રે ડાંગ સહિત ગુજરાત રાજ્ય અને દેશને ગૌરવ અપાવનાર કુ.સરિતા ગાયકવાડને ‘ગુજરાત ગરિમા એવોર્ડ-2023’ એનાયત કરવામાં આવ્યો હતો.

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ખેલ મહાકુંભથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર કુ.સરિતા ગાયકવાડે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એથ્લેટિક્સ રમતની વિવિધ ઇવેન્ટમાં ભાગ લઈ, વર્ષ-2018માં ઇન્ડોશિયા ખાતે રમાયેલ એશિયન ગેમ્સ કોમ્પિટિશનમાં બે ગોલ્ડ મેળવ્યા બાદ, વર્ષ 2018/19માં જકાર્તા ખાતે રમાયેલી 18મી એશિયન ગેમ્સમાં 4/400 મીટર વિઘ્નદોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા દેશને ગોલ્ડ મેડલ અપાવીને દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું હતું.

أحدث أقدم