ગાંધીનગરના વલાદમાં જુગાર રમતાં સાત ઈસમોની 21 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ, લાઈટના અજવાળે જુગારની બાઝી માંડી બેઠા હતા | Seven people were arrested for gambling in Gandhinagar's Valad with 21,000 worth of valuables, they were gambling in the light of the lights. | Times Of Ahmedabad

ગાંધીનગર14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના વલાદ વજાપુર ગામની સીમમાં કેશાજી મકવાણાના ઘરની પાછળ બલ્બનાં અજવાળે જુગારની બાઝી માંડીને બેઠેલા સાત જુગારીઓને ડભોડા પોલીસે પૂર્વ બાતમીના આધારે રંગેહાથ ઝડપી પાડી 21 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરનાં ડભોડા પોલીસ મથકના પીએસઆઇ એમ એસ રાણાએ પોલીસ મથક હદ વિસ્તારમાં કાયદો – વ્યવસ્થા જળવાઈ રહે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતાં ઈસમો સામે કડક કાર્યવાહી કરવા સ્ટાફના માણસોને સઘન નાઈટ પેટ્રોલીંગ કરવા માટેની સુચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે ગઈકાલે રાતના સ્ટાફના માણસો પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ અર્થે નીકળ્યા હતા.

એ દરમ્યાન બાતમી મળી હતી કે વજાપુરની સીમમાં આવેલ કેશાજી મકવાણાનાં ઘરની પાછળ કેટલાક ઈસમો બલ્બનાં અજવાળે જુગારની બાઝી માંડીને બેઠા છે. જે અન્વયે પોલીસ ટીમ દ્વારા ગામમાં પ્રવેશી વાહનો દૂર મૂકીને ચાલતાં ચાલતાં બાતમી વાળી જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં અચાનક પોલીસને જોઇને કુંડાળું વળીને બેઠેલા જુગારીઓ ફફડી ઉઠયા હતા.

બાદમાં પોલીસે તમામને જેતે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ દિનેશ અજીતભાઇ મકવાણા (રહે.વણકરવાસ લવારપુર), ગોવિંદજી વજાજી સોલંકી(રહે.કુંડીવાળોવાસ ડભોડા), ગુલાબજી ઉમેદજી ઠાકોર (રહે,રતનપુર ગામ ખોડીયારનગર), કિરણજી સુરસંગજી સોલંકી (રહે.ડભોડા યાદવનગર સામે ખેતરમાં), ભીખાજી ખોડાજી ઠાકોર (રહે.વડોદરા નિશાળની સામે મુવાડા), કેશાજી શંકાજી મકવાણા(રહે.ટાંકીવાળો વાસ વજાપુરા) તેમજ સતિષ ગાંડાભાઇ પ્રજાપતી (રહે.ડભોડા ગામ સરકારી ડેરીપાસે) હોવાનું જણાવ્યું હતું. આ તમામ જુગારીઓની પોલીસે ધરપકડ કરી 21 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

أحدث أقدم