કતારગામમાં બે યુવતીનું ગળું કાપી હત્યા કરાઈ હતી, 21 વર્ષ બાદ પોલીસે બંને પ્રેમીઓને ઝડપી પાડ્યા | Two girls were strangled to death in Katargam, after 21 years the police nabbed both the lovers | Times Of Ahmedabad

સુરત7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
21 વર્ષ બાદ પ્રેમિકાની હત્યા કરનાર આરોપીને ઓરિસ્સા થી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયા - Divya Bhaskar

21 વર્ષ બાદ પ્રેમિકાની હત્યા કરનાર આરોપીને ઓરિસ્સા થી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયા

સુરતના કતારગામ પોલીસ મથકની હદમાં વર્ષ 2002માં બે મહિલાઓની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી બનાવમાં 21 વર્ષ બાદ પોલીસે બે આરોપીઓને જીવના જોખમે ઓરિસ્સાથી ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને આરોપીઓ તેઓની પ્રેમિકાને સુરત લાવ્યા હતા અને પ્રેમિકાઓ લગ્ન માટે દબાણ કરતી હતી.જેથી તેઓનું ગળું કાપીને હત્યા કર્યા બાદ સુરત છોડી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

સુરત ક્રાઈમ બ્રાંચના સ્ટાફને માહિતી મળી હતી કે

સુરતમાં નાસતા ફરતા અને વર્ષોથી પોલીસ ચોપડે ના ઉકેલાયેલા ગુનાઓને ઉકેલી કાઢવા સુરત પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું છે અને તેની પર સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિત જુદી જુદી પોલીસની ટીમ કામ કરી રહી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને 21 વર્ષથી કતારગામ પોલીસ મથકમાં નોંધાયેલો હત્યાનો ગુનોનો ભેદ ઉકેલી કાઢવામાં મોટી સફળતા મળી છે.કતારગામ પોલીસ મથક હદ વિસ્તારમાં તાપી નદીના પારા પાસે આવેલા બેટ ખાતે વર્ષ 2002માં બે યુવતીની ગળું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.ત્યારે યુવતીની હત્યા કરનાર આરોપીઓને છેલ્લા 21 વર્ષથી પોલીસ પકડી શકી ન હતી.ત્યારે આરોપીઓ એ 18 અને 22 વર્ષની ઉંમરે કરેલી હત્યાના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીને 39 અને 44 વર્ષના થયા ત્યારે ઝડપી પાડ્યા છે.

ઓરિસ્સા થી આરોપી ઝડપાયા

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસના પી.એસ.આઇ પઢિયાર ની ટીમને કતારગામમાં વર્ષ 2002 માં થયેલી મહિલાની હત્યાના આરોપી અંગેની તેમના બાતમીદાર પાસેથી ચોક્કસ માહિતી મળી હતી. મહિલાની હત્યા કરનાર એક આરોપી સંગ્રામ શાહુ ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં આવેલા ચંદન પુર ગામ ખાતે રહે છે.જે આધારે પાંચ પોલીસની ટીમ આરોપીઓને પકડવા ઓરિસ્સાના ગંજામ જિલ્લા ખાતે ગઈ હતી. અને ત્યાંથી વોચમાં ગોઠવીને પહેલા પોલીસે 44 વર્ષીય આરોપી સંગ્રામ ઉર્ફે સીમા રમેશચંદ્ર શાહુની ધરપકડ કરી હતી.તેની પૂછપરછ માં બીજી મહિલાની હત્યા કરનાર 39 વર્ષીય દિલીપ ઉર્ફે ચુબુલા પદમચરણ બીસોઈને પણ ઝડપી પાડ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી રુપલ સોલંકીએ જણાવ્યું હતું કે આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ઝડપાયેલા બંને આરોપીઓ વર્ષ 2002માં તેના સાગરિત રંજુ બીસોઈ, રાનુ નાયક તથા મુગુમ બીસોઈ સાથે મળી પાંચ જણાએ બંને મહિલાની હત્યા કરી હતી. આરોપી સંગ્રામ અને દિલીપ ઓરિસ્સાથી આવ્યા હતા અને હત્યા કરી તેઓ તાત્કાલિક સુરત છોડી જતા રહ્યા હતા.આ ગુનામાં છેલ્લા 21 વર્ષથી એક પણ આરોપી પકડાયો ન હતો.

પ્રેમિકા લગ્ન માટે દબાણ કરતા હત્યા કરાઈ

ડીસીપી રૂપલ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે યુવતીઓનો હત્યા કરનાર બંને આરોપીઓ 21 વર્ષ પહેલા ઓરિસ્સાના બ્રહ્મપુરમાં તેના કાકા અને સંબંધીનેતા રહેતા હતા. જ્યાં સંગ્રામ શાહુએ સંતોષી અને દિલીપ બિસોઈએ નર્મદા નામની યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી.જ્યાં થોડા સમય પ્રેમ ચાલ્યા બાદ બંને યુવતી લગ્ન માટે દબાણ કરતી હતી. પરંતુ યુવતીઓ અન્ય સમાજ અને નીચલી જ્ઞાતિમાંથી હોવાથી બંને યુવકો તેની સાથે લગ્ન કરવા ઇચ્છતા ન હતા. જેથી યુવતી નો પીછો છોડાવવા તેને સુરત લાવી હત્યા કરી દેવાઈ હતી.

સુરતમાં લગ્ન કરવાનું કહી લઈ આવ્યા

કતારગામના તાપી નદી કિનારે બેટ પર યુવતીની હત્યા કરનાર સંગ્રામ અને દિલીપ પોતાની પ્રેમિકાને સુરત જઈને લગ્ન કરીશું તેઓ કહીને સુરત લઈ આવ્યા હતા. જે બંને આરોપીઓએ સંતોષી અને નર્મદાની હત્યા કરવાનો અગાઉ થી પ્લાન કરી દીધો હતો. સંગ્રામ અને દિલીપના ઓરિસ્સામાં રહેતા મિત્રો સુરતમાં અમરોલી વિસ્તારમાં સંચા મશીનમાં કામ કરતા હતા. તેમની સાથે વાત કરી રૂમ પણ ભાડે લઈ લીધી હતી. અને તેમના મિત્રો સાથે મળીને યુવતીની હત્યા કરવાનું પ્લાન તૈયાર કર્યો હતો. જેથી સંગ્રામ અને દિલીપ તેની પ્રેમિકા સંતોષી અને નર્મદાને સુરત લાગ્યા બાદ તાપી નદી કિનારે ના ભેટ ખાતે ફરવા જવાનું છે તેવું જણાવ્યું હતું. જ્યાં મોડી સાંજે નદી પરના બેટ પર સંગ્રામ અને દિલીપે તેના સુરતના મિત્ર રંજુ બિસોઇ, રાનું નાયક અને મુગુમ બીસોઈ સાથે મળી બંને યુવતી ની હત્યા કરી તમામ સુરત છોડી ફરાર થઈ ગયા હતા.

ઓરિસ્સા ખાતે ટીમ લઈને પકડવા ગયેલા ક્રાઈમ બ્રાન્ચ ના પી.એસ.આઇ પઢીયાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આરોપીઓએ હત્યાને અંજામ આપ્યો ત્યારે તેમની ઉંમર 18 અને 21 વર્ષની હતી. 18 વર્ષનો જે આરોપી દિલીપ છે તેની કરતા તો તેની પ્રેમિકાની ઉંમર મોટી હતી. હવે 21 વર્ષ પહેલાં હત્યાને અંજામ આપનાર બંને આરોપી માંથી માત્ર સંગ્રામ વિશે ઓરિસ્સામાં ગંજામ ખાતે છે તે માહિતી મળી હતી. અત્યારે અમારા બાતમીદારે જે માહિતી આપી હતી ત્યાં અમારી ટીમ બે દિવસ રેકી કરી તેના ઘર આસપાસ જઈને આરોપીનો સ્ટીંગ કરતો વિડીયો લીધો હતો. અને તેમાં આરોપીનો જે ચહેરો દેખાયો હતો તે વિડિયો બાતમીદારને મોકલીને ચોક્કસ પુષ્ટી કરાવી હતી. બાતમીદાર દ્વારા અમને ગ્રીન સિગ્નલ અપાયા બાદ સંગ્રામના ઘરે જઈ સ્થાનિક પોલીસના સાથે રાખી ઝડપી પાડ્યો હતો.

ઝડપાયેલ આરોપીઓની વધુ વિગત આપતા ડીસીપી રૂપલ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી સંગ્રામ ઉર્ફે સીમા શાહુ રીઢો ગુનેગાર છે. તે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેણે ઓરિસ્સામાં ત્રણ હત્યા ,એક ઘાડ, એક લુટ, એક ખૂનની કોશિશ અને એક આર્મ્સ એક્ટ નો ગુનો નોંધાયો છ. ક્યારે પોલીસે જીવના જોખમે ઓરિસ્સા ખાતે જઈ બંને આરોપીને ઝડપી પાડી મોટી સફળતા પાર પાડી છે.જ્યારે આ ગુનાના અન્ય આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

أحدث أقدم