214 કરોડના ડ્રગ કેસમાં નાઈઝીરીયન શખ્સને જેલહવાલે કરાયો, ATS એ બબલુ અને જાફરની શોધખોળ હાથ ધરી | Nigerian men jailed in 214 crore drug case, ATS manhunts Bablu and Jafar | Times Of Ahmedabad

રાજકોટ31 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ જામનગર હાઈવે પરથી ન્યારા જવાના કાચા રસ્તા પરથી અવાવરૂ ચેકડેમ પાસેથી ગુજરાત ATS ની ટીમે રૂ. 214 કરોડનું 31 કિલો ડ્રગ્સ ઝડપી પાડયુ હતું. આ કેસમાં દિલ્હીથી એક નાઈઝીરીયન શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જેના રિમાન્ડ પૂર્ણ થતાં આજે ATS દ્વારા આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી ફરધર રીમાન્ડ ન મંગાતા નાઈઝીરીયન શખ્સને જેલહવાલે કરવામાં આવ્યો છે.

એકવાનીફ ઓકાફોરો મર્સીને ATSના હાથે ઝડપાયો હતો

રાજકોટ જામનગર હાઇવે પર પડધરી નજીક શ્રીજી ગૌશાળા પાસે ખંઢેરી સ્ટેડીયમની સામે આવેલા ન્યારા જવાનાં કાચા રસ્તે એક ચેકડેમમાંથી રેઢુ પડેલ 31 કિલો ડ્રગ્સ બાતમીનાં આધારે એટીએસે ઝડપી પાડયુ હતું. આ ડ્રગ્સના જથ્થાની ઉપર દિલ્હીમાં રહેતાં એક નાઈઝીરીયન શખ્સનુ સરનામું લખેલુ હોય દિલ્હી પોલીસનો સંપર્ક કરી ડમી ડ્રગ્સનું પેકેટ આ સરનામે મોકલતાં ત્યાંથી નાઈઝીરીયન આરોપી એકવાનીફ ઓકાફોરો મર્સીને આ પાર્સલ સ્વીકારતા ઝડપી લેવાયો હતો.

ફર્ધર રિમાન્ડ ન માંગતા આરોપીને જેલ હવાલે કરાયો
ધરપકડ બાદ આરોપીને રાજકોટની NDPS કોર્ટમાં રજુ કરાતા અદાલતે 12 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. આજે આરોપીના રીમાન્ડ પૂર્ણ થતાં એટીએસની ટીમ આરોપીને અમદાવાદથી રાજકોટ લાવી હતી અને ફરધર રીમાન્ડ ન માંગતા કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કરતા આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે.

રિમાન્ડ દરમિયાન જરૂરી પુરાવા એકત્રીત કરાયા

ATS ટિમ દ્વારા આ 12 દિવસની તપાસ દરમ્યાન આરોપી મર્સીના મોબાઈલમાથી જરૂરી પુરાવા એકત્રીત કર્યા છે. જેમાં કોલ ડીટેલ્સ કઢાવતાં ડ્રગ્સ પેડલરોની અને ડીલરોની લીંકો મળી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જયારે ડ્રગ્સ પકડાયું તે સમયે આ જથ્થો પાકિસ્તાનથી હાજી અનવર નામનાં ડ્રગ્સ માફીયાએ મોકલ્યો હોવાનું અને ગુજરાતના દરીયા કિનારે ઉતાર્યો હોવાનું ખુલ્યુ હતું આ જથ્થો જાફર નામનાં શખ્સે દરીયા કિનારેથી ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ નજીક અવાવરૂ જગ્યામાં સીફટ કર્યો હતો અને બબલુ નામનો દિલ્હીનો શખ્સ આ જથ્થો લેવા આવવાનો હોવાનું સામે આવતા હાલ એટીએસ બબલુ અને જાફરની શોધખોળ કરી રહી છે.

أحدث أقدم