બાંગ્લાદેશથી ઓપરેટ થતા નેટવર્કમાં સુરતના દલાલે 2.22 કરોડ ગુમાવ્યા, નાણાં ટ્રાન્સફરની ખોટી રસીદ મોકલી કોઇન પડાવી લીધા | Surat-based broker loses Rs 2.22 crore in network operating from Bangladesh, steals coins by sending fake money transfer receipts | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat based Broker Loses Rs 2.22 Crore In Network Operating From Bangladesh, Steals Coins By Sending Fake Money Transfer Receipts

સુરત15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બાયનાન્સ પ્લેટફોર્મના પી ટુ પી (પબ્લિક ટુ પબ્લિક) ચેટિંગ વેળા સુરતના બિલ્ડર પાસેથી રૂ. 1.97 કરોડના USDT કોઇન પડાવી લેનારી ઠગ ટોળકીના એક સાગરીતને સુરત સાયબર સેલે પશ્ચિમ બંગાળના સીલીગુરીથી પકડી લીધા બાદ વધુ એક ભોગ બનનાર સામે આવ્યો હતો. રાંદેર જમીન દલાલને આ જ મોડસ ઓપરેન્ડથી છેતરી 2.22 કરોડના USDT કોઇન ટ્રાન્સફર કરી લેવાયા હતા.

બાંગ્લાદેશથી ઓપરેટ કરતી ટોળકીનો વધુ એક શિકાર

બાંગ્લાદેશથી ઓપરેટ કરતી ટોળકીનો એક સદસ્ય પકડાયો તે સાથે જ રાંદેર રોડ ઉપર રોયલ ઓર્ચિડમાં રહેતા અને જમીન-મકાન દલાલી સાથે બાયનાન્સ પ્લેટફોર્મ ઉપર USDT કોઇનની ખરીદ-વેચાણ કરતા મહેમુદ અબ્દુલસમદ ભગાડ સાયબર સેલમાં પહોંચ્યો હતો. આ ટોળકીના શકીલખાને 2.22 કરોડના USDT કોઇન ટ્રાન્સફર કરાવી લઇ પેમેન્ટના ખોટા સ્ક્રીન શોટ મોકલ્યા હતા.

2.22 કરોડના પેમેન્ટના આરટીજીએસના સ્ક્રીનનશોટ મોકલાવ્યા

બાંગ્લાદેશથી ઓપરેટ કરતી ટોળકીના શકીલખાને ગત માર્ચ મહિનામાં રાંદેર રોડના ગોરાટ વિસ્તારમાં રોયલ ઓર્ચીડ કોમ્પ્લેક્ષમાં રહેતા અને બાયનાન્સમાં પીટુપી યુએસડીટી લે-વેચનું કામ કરતા મેહમુદ અબ્દુલ સમદ ભગાડ (ઉ.વ. 29) સાથે પણ બિનાન્સ પ્લેટફોર્મ થકી પરિચય કેળવી વ્હોટ્સએપ પર સંપર્ક કર્યો હતો. દરમિયાનમાં શકીલે પોતાની ઓળખ ઝીગોપે પ્રાઇવેટ લિમીટેડ કંપનીના માલિક તરીકેની આપી મેહમુદ પાસેથી યુએસડીટી ખરીદવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં શકીલે મેહમુદના બેંક એકાઉન્ટમાં જમા કરાવતો હતો. પરંતુ ગત 7 અને 8 એપ્રિલ દરમિયાન શકીલે 2,71,100 યુએસડીટી ખરીદ્યા હતા અને રૂ.2.22 કરોડના પેમેન્ટના આરટીજીએસના સ્ક્રીનનશોટ મોકલાવ્યા હતા. પરંતુ પેમેન્ટ મેહમુદના એકાઉન્ટમાં જમા થયું ન હતું.

પહેલાં બિલ્ડર પાસેથી 1.96 કરોડ પડાવ્યા હતા

અડાજણ પાટિયા ખદીજા ટાવરમાં રહેતા અને સિલ્વર પ્લાઝામાં ટેક & ક્રૂ પ્રાઇવેટ લિ.ના નામે બિલ્ડરની ઓફિસ ધરાવતા અબ્દુલ્લા ફત્તા સાથે બાયનાન્સ પ્લેટ ફોર્મ ઉપર USDT ખરીદવાના બહાને છેતરપિંડી કરવામાં આવી હતી. બાયનાન્સ કોઇનના પબ્લિક ટુ પબ્લિક ચેટિંગ દરમિયાન હસન નામના શખ્સ સાથે સંપર્કમાં આવ્યો હતો. ૧.૯૭ કરોડના USDT કોઇન પોતાના વોલેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.

પશ્વિમ બંગાળથી એકની ધરપકડ કરેલી

સાયબર સેલે ટેક્નિકલ સર્વેલન્સના આધારે સુબ્રતો દેય સરકાર, મો. ઓબેડુલ હક (બાંગ્લાદેશ), નૂર આલમ મીયા અને શકીલ ખાન (બાંગ્લાદેશ) એ ઝિગોપે ઇન્ડિયા પ્રા.લિ. નામની કંપની ઊભી કરી બિલ્ડરને છેતર્યાનું શોધી લઇ સુબતા દેય સરકાર નારાયણ દેય સરકાર (ઉં.વ. 22, રહે. અંદરાન ફૂલબરી, તુફાનગંજ, પશ્ચિમ બંગાળ)ને સીલીગુરીથી પકડી પાડ્યો હતો.

Previous Post Next Post