મનપાના વેરા વિભાગે ખાનગી બેંકો સહિત 23 મિલકતો સીલ કરી, 70 મિલકતોને જપ્તીની નોટિસ ફટકારી રૂ.1.09 કરોડ વસૂલ્યા | Municipal tax department sealed 23 properties including private banks, issued seizure notices to 70 properties worth Rs. 1.09 crore recovered | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Municipal Tax Department Sealed 23 Properties Including Private Banks, Issued Seizure Notices To 70 Properties Worth Rs. 1.09 Crore Recovered

રાજકોટ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની વેરા વસૂલાત શાખાની રીકવરી ઝૂંબેશ નવા નાણાંકીય વર્ષમાં પણ આગળ વધી છે. આ વખતે વસુલાત ઝૂંબેશ માત્ર સરકારી કામગીરીની જેમ નહીં, પરંતુ વાસ્તવમાં બાકીદારોને ફફડાવે તેવી બની રહી છે. તેવામાં આજે વધુ ત્રણ નળ કનેકશન કાપી 23 મિલ્કતો સીલ કરાઇ છે. સાથે જ વધુ 70 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.15ના ખોડીયારનગરના 61 મકાનોનો પણ સમાવેશ થાય છે. “આ જ વોર્ડના જંગલેશ્વરમાં બે મકાનધારકના નળ કનેકશન કાપવામાં આવતા રૂ. 70,800નો વેરો મળવાની સાથે અત્યાર સુધીમાં રૂ.1.09 કરોડ વેરાની આવક થઇ હતી. તો હવે હપ્તા યોજનામાં જોડાવા બાકીદારો માટે છેલ્લી તારીખ 15 મે હોવાનું પણ ટેકસ વિભાગે જણાવ્યું છે.

રાજકોટનાં રાજમાર્ગો 80 લાખના ખર્ચે LED લાઈટથી ઝળહળશે
રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ તેમજ શહેરીજનોની સુખાકારીના ભાગરૂપે રાત્રિના મુખ્ય રસ્તાઓ પર લોકોને વધુ સારી લાઈટની સુવિધા મળી રહે તે ધ્યાને લઇ, હાલ જૂની હયાત સેન્ટર લાઈટિંગ સિસ્ટમમાં સુધારણા તથા નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 80 લાખના ખર્ચે શહેરના જૂદા જૂદા છ વિસ્તારના મુખ્ય માર્ગો પર 80 લાખના ખર્ચે 270 વીજ થાંભલા અને 540 સ્ટ્રીટ લાઇટ નાંખવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. જેમાં નાના મવા, મઢી, મોટા મવા, કોઠારીયા સહિતના રોડનો સમાવેશ થાય છે. આ નવી એલઇડી લાઇટ ફીટ કરવાથી મનપાના વીજ ખર્ચમાં પણ ઘટાડો થશે તે નિશ્ચિત છે.

તલાટીની પરીક્ષાના પેપરો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાલે સાંજ સુધીમાં રાજકોટ આવશે
​​​​​​​
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આગામી તા.7ને રવિવારે લેવાનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા રાજકોટમાં સુચારૂ રૂપથી શાંતીપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટેની તૈયારીઓને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ પરીક્ષાના પેપરો સંભવત આવતીકાલે સાંજ સુધીમાં રાજકોટ આવી પહોંચનાર છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા દરમિયાન ચોરી કે ગેરરીતીની કોઈ ઘટના ન બને તે માટે કડક પ્રબંધો કરવામાં આવેલ છે. રાજકોટમાં 197 કેન્દ્રો પરથી લેવાનારી આ પરીક્ષા માટે શાળાઓની સાથે કોલેજોના બિલ્ડીંગોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 1900 બ્લોકમાં લેવાનાર આ પરીક્ષા માટે 97 જેટલા રૂટ નિયત કરવામાં આવેલ છે. પરીક્ષામાં પોલીસ તેમજ પંચાયત, રેવન્યુ ઉપરાંત શિક્ષણ વિભાગના મળી કુલ 4500 કર્મચારીઓ ફરજ બજાવશે.

أحدث أقدم