અમરેલી જિલ્લામાં 23 વર્ષથી ફરાર આરોપીને એલસીબી અને સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો | LCB and local police nabbed the absconding accused for 23 years in Amreli district | Times Of Ahmedabad

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં 23 વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

અમરેલી જિલ્લામા ચલાલા પોલીસે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદમાં 23 વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ઝડપી લીધો. અમરેલી એસપી દ્વારા અમરેલી જીલ્લામાં ગુનાઓ આચારી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન સાથે સૂચના આપતા અમરેલી જિલ્લા પોલીસ સક્રિય થઈ છે. અમરેલી એલ.સી.બી. પી.આઈ. એ.એમ.પટેલની ટીમ સ્ટાફ સાથે તપાસ શરૂ કરતા ગુ.ર.નં.48/2000, આઇ.પી.સી. કલમ 406, 420 સહિત મુજબના ગુન્હાનો આરોપી છેલ્લા ૨૩ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો લીસ્ટેડ આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે અમરેલી એલસીબી ટીમને પકડી પાડવામાં સફળતા મળી છે. આરોપીને પકડી આગળની કાર્યવાહી કરવા માટે ચલાલા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.

આરોપી વિરેન્દ્રકુમાર હિંમતલાલ સોની, ઉ.વ.66, રહે.અમદાવાદ, નારાયણપુરા, વિજયનગર, ફલેટ 24/143, અમદાવાદ. અમરેલી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને એલસીબી અને સ્થાનિક પોલીસ પકડવા માટે વધુ સક્રિય થઈ છે જેના કારણે આરોપીઓ સતત ઝડપાય રહ્યા છે.

أحدث أقدم