રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 23.44 લાખની રૂ.100 અને 500ના દરની કુલ 4957 ડુપ્લીકેટ નોટ સાથે 3 આરોપીની કરી ધરપકડ | Rajkot Crime Branch arrested 3 accused with a total of 4957 duplicate notes of Rs.100 and 500 worth Rs.23.44 lakh. | Times Of Ahmedabad

રાજકોટ2 કલાક પહેલા

  • કૉપી લિંક
ચલણી નોટો સાથે ઝડપાયેલ 3 આરોપી - Divya Bhaskar

ચલણી નોટો સાથે ઝડપાયેલ 3 આરોપી

તાજેતરમાં સુરત પોલીસ દ્વારા ડુપ્લીકેટ નોટનું રાજ્ય વ્યાપી રેકેટ ઝડપી પાડ્યા બાદ આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાખોની કિંમતની ડુપ્લીકેટ નોટ સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રૂપિયા 100 અને 500ની મળી કુલ 4957 ડુપ્લીકેટ ચલણી નોટો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

23.44 લાખની ડુપ્લીકેટ ચલણી નોટ ઝડપાઇ
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વાય.બી.જાડેજા અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અલગ અલગ બે જગ્યાએ રેડ કરવામાં આવી હતી. જેમાં શહેરના સાધુવાસવાણી રોડ પર પાટિદાર ચોક નજીક પામ સિટી પાસે આવેલી નીરા ડેરી અને મોરબી રોડ પર અમૃત પાર્કમાં વિશાલ ગઢિયાના મકાનમાં દરોડો પાડી રૂપિયા 100 અને 500ના દરની ડુપ્લીકેટ ચલણી નોટો પકડી પાડવામાં આવી છે. પોલીસે રેડ દરમિયાન 23.44 લાખની કુલ રૂપિયા 100ની 335 ડુપ્લીકેટ નોટ અને રૂપિયા 500ની 4622 ડુપ્લીકેટ નોટ કબ્જે કરી 3 શખસો નિકુંજ ભાલોડીયા, વિશાલ ગઢીયા અને વિશાલ બુદ્ધદેવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પોલીસે સ્થળ પરથી ચલણી ડુપ્લીકેટ નોટો બનાવવા વપરાતા સ્કેનર અને પ્રિન્ટર મશીન તેમજ કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન કબ્જે કર્યા છે.

આરોપી નિકુંજ ભાલોડીયા ડુપ્લીકેટ નોટ છાપવાનું કામ કરતો
આરોપી વિશાલ બાબુભાઇ ગઢીયા તથા વિશાલ વસંતભાઇ બુધ્ધદેવ વિશાલ ગઢીયાની દુકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટી ચલણી નોટો જેમા રૂ 500ના દરની બનાવટી નોટો નંગ 200 પોતાના કબ્જામાં રાખી મળી આવેલી જે બનાવટી નોટો આરોપી વિશાલ બાબુભાઇ ગઢીયાએ આરોપી નિકુંજ અમરશીભાઇ ભાલોડીયા પાસેથી લીધેલી હોવાનુ જણાવતા બંન્ને આરોપીઓને સાથે રાખી નિકુંજ અમરશીભાઇ ભાલોડીયાના રહેણાંક મકાન ખાતે તપાસ કરતા આરોપી નિકુંજ અમરશીભાઇ ભાલોડીયા ગેરકાયદેસર રીતે ભારતીય ચલણી નોટો જુદા જુદા દરની સ્ક્વેર મારફતે સ્કેન કરી ત્યારબાદ જે.પી.જી ફાઇલને ફોટો શોપમાં એડિટિંગ કરી કલર પ્રિન્ટર મારફત પ્રિન્ટ આપી બનાવટી ચલણી નોટો બનાવી રૂ. 500ના દરની નોટ 4622 તથા રૂ. 100ના દરની નોટ 335 સાથે મળી આવી એકબીજાની મદદગારી કરી ગુનાને અંજામ આપ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

أحدث أقدم