પાલનપુર3 મિનિટ પહેલા
- કૉપી લિંક

- ભારે પવન સાથે વાતાવરણ વાદળછાયું બની શકે છે
ઉત્તર ગુજરાતમાં મંગળવારે ગરમી વધુ પોણો ડિગ્રી સુધી ઘટી હતી. જેને લઇ 6 શહેરોમાં ગરમીનો પારો 40.1 થી 41.3 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. આ સાથે આકરી ગરમીથી મહદઅંશે રાહત મળી હતી. જેમાં પાટણનું 41.3 ડિગ્રી અને હિંમતનગરનું 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બાકીના 4 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી નીચે રહ્યો હતો. છુટાછવાયા વિસ્તારોમાં ઝરમરથી લઇ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. જો કે, આ નોંધણી લાયક વરસાદ પડવાની શક્યતા ના બરાબર છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 4 દિવસમાં ગરમીનું પ્રમાણ હજુ 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે આગામી 4 દિવસ સુધી મોટાભાગે પશ્રિમ દિશાનો પવન ફૂંકાઇ શકે છે. આ સાથે ઉત્તર ગુજરાતનું વાતાવરણ અસ્થિર રહી શકે છે. દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટનો બેવડો માર વર્તાઇ શકે છે.
જ્યારે બપોર પછી અચાનક ભારે પવન પણ ફૂંકાઇ શકે છે. બીજી બાજુ મોટાભાગના દિવસોમાં બપોર પછી વાતાવરણ વાદળછાયું થવાની શક્યતા છે. તેમજ છુટાછવાયા વિસ્તારોમાં ઝરમરથી લઇ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. જો કે, આ નોંધણી લાયક વરસાદ પડવાની શક્યતા ના બરાબર છે.
ઉ. ગુ.માં ગરમી
મહેસાણા 40.3 (-0.4) ડિગ્રી
પાટણ 41.3 (-0.7) ડિગ્રી
ડીસા 40.1 (-0.6) ડિગ્રી
હિંમતનગર 41.0 (-0.1) ડિગ્રી
વડાલી 40.6 (-0.2) ડિગ્રી
બાયડ 40.7 (-0.9) ડિગ્રી