Header Ads

ઉનાના સીમાસીની રૂપેણ નદીમાં રૂ.26.50 લાખના ખર્ચે કોઝવે તૈયાર થશે; વર્ષોની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાતા લોકોમાં ખુશી | A causeway will be constructed at the cost of Rs.26.50 lakhs in Rupen river in Unana border; Happiness in people whose problem of years is solved permanently | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • Una
  • A Causeway Will Be Constructed At The Cost Of Rs.26.50 Lakhs In Rupen River In Unana Border; Happiness In People Whose Problem Of Years Is Solved Permanently

ઉના4 કલાક પહેલા

  • કૉપી લિંક

ઉનાના સીમાસી ગામની રૂપેણ નદીમાં છેલ્લા ઘણા વર્ષોથી પુલ ન હોવાના કારણે ચોમાસા દરમ્યાન નદીમાં પૂરની સ્થિતિ સર્જાય ત્યારે આજુબાજુના વિસ્તારના ખેડૂતો તેમજ વિદ્યાર્થી બાળકોને નદી વહેતા પાણીમાંથી જીવના જોખમે પસાર થવુ પડતુ હતું. આ અંગે આ વિસ્તારના ખેડૂત લોકો તેમજ ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. આ બાબતે આ વિસ્તારના લોકોના હીતને ધ્યાને રાખી સરકાર દ્વારા નદીમાં બેઠો કોઝવે પુલ મંજૂર થતા પુલના નિર્માણ માટે ધારાસભ્ય હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સીમાસી ગામેથી પસાર થતી રૂપેણ નદીમાં બેઠો કોઝવે પુલ બનાવવા માટેની નરેગા યોજના હેઠળ આ પુલ રૂ. 26.50 લાખના ખર્ચે મંજુર થયેલો. આ પુલના નિર્માણ માટે આજે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પં.પ્રમુખના પ્રતિનિધી સામતભાઇ ચારણીયા, પુંજાભાઈ, યુસુફભાઈ જેઠવા ગામના સરપંચ, ઉપ સરપંચ, તલાટી મંત્રી, તેમજ સીમાસી ગ્રામ પંચાયતના સદસ્યો ગામના આગેવાનો સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. હવે આ નવો કોઝવે બનતા આ વિસ્તારના લોકોની સમસ્યા હલ થશે. આમ વર્ષોની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાતા લોકોમાં ખુશી જોવા મળી હતી.

Powered by Blogger.