- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- After Programs In Surat And Rajkot, Pandit Dhirendra Shastri Will Arrive In Vadodara On June 3 In A Chartered Plane, Sri Navashakti Garba Mahotsav And Organized By BJP.
વડોદરા11 મિનિટ પહેલા
- કૉપી લિંક
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી.
સુરત અને રાજકોટમાં કાર્યક્રમ બાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરામાં દિવ્ય દરબાર કરશે. શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ અને વડોદરા શહેર ભાજપ તરફથી આગામી ત્રણ જૂન ના રોજ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર નું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ અને લેપ્રસી ગ્રાઉન્ડમાંથી દિવ્ય દરબાર ના સ્થળ ની પસંદગી કરવામાં આવશે તેમ શ્રી નવશક્તિ ગરબા મહોત્સવના આયોજન કમલેશભાઈ પરમારે જણાવ્યું હતું
ધીરેન્દ્ર શાસ્ત્રી ચાર્ટર્ડ પ્લેનમાં વડોદરા આવશે
શ્રી નવશક્તિ ગરબા મહોત્સવના આયોજન કમલેશભાઈ પરમારે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી ત્રણ જૂન ના રોજ સવારે 9 વાગે ગુરુજી રાજકોટ થી ચાટર્ડ પ્લેન મારફતે વડોદરા એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી કાર મારફતે કાર્યક્રમ સ્થળે પહોંચશે. ત્રણ જૂને સવારે દસ વાગ્યાથી વિવિધ સમાજ અને સંગઠનોના મહાનુભાવોને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજી મળશે અને સાંજે 5થઇ રાત્રે 9 વાગ્યા દરમિયાન લોકો માટે દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
દિવ્ય દરબારમાં એકથી દોઢ લાખ લોકો આવશે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રીજીના આદિ દરબારમાં વડોદરા શહેર અને આસપાસના એક થી દોઢ લાખ લોકો આવશે. હાલ સ્થળની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે શહેરના નવલખી ગ્રાઉન્ડ અને લેપ્રિસી ગ્રાઉન્ડમાંથી કોઈપણ એક સ્થળને દિવ્ય દરબાર માટે પસંદ કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાં તૈયારીઓ શરૂ કરવામાં આવશે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના રહેવાની વ્યવસ્થા ક્યાં હશે?તેઓએ ઉમેર્યું હતું કે સુરતમાં આયોજિત દીવેદરબારના કાર્યક્રમ વખતે બાગેશ્વર ધામથી એક વ્યક્તિ વડોદરા આવશે અને ધીરેન્દ્ર શાસ્ત્રીના રોકાણ માટેની વ્યવસ્થા અંગે ચર્ચા કરીને તેમના રોકાણ વ્યવસ્થા કરીશું.