પાલડીમાં યુવક પર કાર ચઢાવીને મોતને ઘાટ ઉતારનાર 3ની પોલીસે ધરપકડ કરી, અન્યની શોધખોળ શરૂ | Police arrested 3 who killed a youth by running a car over him in Paldi, search for others started | Times Of Ahmedabad

અમદાવાદ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં નજીવા મુદ્દે હત્યાની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે, ત્યારે શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની હતી.શહેરના પાલડી વિસ્તારમાં પાર્થ હોસ્પિટલ પાસે આવેલ શહિદ સ્મારક પાસે 4 લોકોએ અલ્પેશ રબારી નામના યુવક સાથે ઝઘડો કરી તેના પર કાર ચઢાવી મોત નિપજાવી દીધું હોવાની ઘટના સામે આવી હતી.પોલીસને CCTV ફુટેજ પણ મળ્યા હતા.પોલીસે હત્યા મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદ શહેરમાં દિવસોને દિવસે નાની બાબતો અથવા તો જૂની અદાવતો ને કારણે ગુનાહિત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે. પાલડી વિસ્તારમાં ચાર દિવસ પહેલા જૂની અદાવતમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જૂની અદાવત ની સાથે આરોપીઓને મૃતક અલ્પેશ થી ઈર્ષ્યા ભાવ પણ હતો,જેનેની ખુન્નસ રાખીને પાલડી વિસ્તારમાં પાર્થ હોસ્પિટલ પાસે આવેલ પંકજ સોસાયટી પાસે અલ્પેશ રબારી નામના યુવક પર કાર ચઢાવીવીને હત્યા કરી દેવામાં આવી હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

મુખ્ય રસ્તા પર આરોપીઓ દ્વારા કારને પુર પાટે દોડાવીને મૃતક અલ્પેશ પર ચડાવી દેવામાં આવી હતી.જે મામલે ઝોન-7 એલસીબી દ્વારા વિશાલ દેસાઈ, આશિષ દેસાઇ અને વિક્રમ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે.ચાર દિવસ પહેલા પાલડી વિસ્તારની પંકજ સોસાયટીમાં દિવસ દરમિયાન હાથે કરી દેવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પાલડી પોલીસ સહિત ડિવિઝનના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જે વાત પાંચ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે પૈકી ધરપકડ કરવામાં આવી છે, બાકીનાની શોધખોળ ચાલુ છે.સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ દ્વારા કાર ચઢાવી દેવાની ઘટનાની સાથે સાથે રસ્તા ઉપર લાકડીઓ સાથે અન્ય લોકો પણ જોવા મળ્યા હતા. મૃતકની હત્યાનો પ્લાન વિશાલ દેસાઈ નામના આરોપીએ કર્યો હતો.મહત્વની વાત એ છે કે હત્યાના આગલા દિવસે અલ્પેશ અને વિશાલ વચ્ચે ઝઘડો પણ થયો હતો બંને વચ્ચે સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ સમાધાન ના થતા હત્યા કરવામાં આવી હતી.

أحدث أقدم