No results found

    જુગારધામ પર પોલીસ ત્રાટકી; શિક્ષકને ચેક પરત કેસમાં એક વર્ષની સજા અને 3 લાખનું વળતર ચૂકવવા હુકમ | Police raid casino; Teacher sentenced to one year in check bounce case and ordered to pay Rs 3 lakh compensation | Times Of Ahmedabad

    નર્મદા (રાજપીપળા)9 કલાક પહેલા

    • કૉપી લિંક

    જુગારધામ પર ડેડીયાપાડા પોલીસ ત્રાટકી…
    નર્મદા જિલ્લામાં દરરોજ દારૂ, જુગાર ધંધા પર પોલીસ છાપા મારી મુદ્દામાલ સાથે આ લોકોને પકડી રહી હોવા છતાં આ વેપલા બંધ થતાં નથી. ત્યારે હાલમાં ડેડીયાપાડા પોલીસે વધુ એક જુગાર પકડી ગુનો દાખલ કર્યો છે.

    મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસે બાતમીના આધારે નિંઘટ ગામની સીમમાં ચાલતા જુગારધામ પર છાપો મારી (1) સાહિલખાન શેરૂખાન ધોરી, (2) ભાવેશ ચંપકભાઇ વસાવા (3) મયુર રાજેશભાઇ વસાવા, (4) કમલેશ છત્રસિંગભાઇ વસાવા (5) બાલસિંગ ગંભીરભાઇ વસાવા, (6) રેવાદાસ રાયસિંગ ભાઇ વસાવા (7) ક્રેનીશ પ્રવિણભાઇ વસાવાનાઓને જાહેરમાં પૈસા વડે પાનાપત્તા વડે હારજીતનો જુગાર રમી રમાડતા કુલ કિં.રૂ 52,080 ગણી તમામ જુગારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે રેડ દરમિયાન (8) દીલીપ શંકરભાઇ પારધી (9) આકાશ નરેશભાઇ વસાવા (10) સુરદાસ નારસિંગભાઇ વસાવા (11) સુનિલ રમેશભાઇ વસાવા (12) હસમુખ વસાવાનાઓ નાશી જતા વોન્ટેડ જાહેર કર્યા છે.

    એક વર્ષની સજા અને 3 લાખનું વળતર ચૂકવવા હુકમ…
    નર્મદા જિલ્લાના સેલાંબાના વેપારી ભરત રમેશભાઈ અગ્રવાલે શિક્ષક તરીકે નોકરી કરતા ઉત્તમ ધીમાભાઇ વસાવા પાસેથી રૂ. 2,50,000 લેવાના હતા. જે બદલ ઉત્તમ ધીમાભાઈ વસાવા એ ભરત ચેક આપેલ અને જે ચેકની રકમ ચેક તારીખે ઉત્તમ એ પોતાના ખાતામાં પૂરતું ભંડોળના રાખતા ચેક પરત થયેલ. જેની નોટિસ ફરિયાદીએ તેમના વકીલ હિતેશ કે દરજી મારફતે આપી ચેક પરતનાની રકમ ચૂકવવા જણાવેલ.

    પરંતુ ઉત્તમ એ નોટિસ મુજબ નિયત સમયમાં ચેકની રકમ ચુકવણી ન કરતા સાગબારા કોર્ટમાં ભરત અગ્રવાલએ 2017માં ઉત્તમ ધીમાભાઈ વસાવા વિરુદ્ધ વકીલ હિતેશ દરજી મારફતે ફરિયાદ કરતા વકીલ હિતેશ દરજીની દલીલો સામે કોર્ટના જજ પી.એસ રોડલએ ઉત્તમ વસાવાને એક વર્ષની સજા તથા રૂ. 3,00,000 તથા તેના ઉપર ફરિયાદ તારીખથી 9 ટકા લેખે ચુકવણી ન કરે ત્યાં સુધી વ્યાજ ચૂકવવાનો હુકમ કરેલો છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال