જામનગરની કોલેજમાં ખુલ્લેઆમ ચોરીનો વીડિયો વાઇરલ થયાના 3 દિવસ બાદ સૌ.યુનિ.ના VCએ કાર્યવાહી કરી | VC of SAU takes action 3 days after video of open theft in college in Jamnagar goes viral | Times Of Ahmedabad

રાજકોટ33 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વાયરલ વીડિયો - Divya Bhaskar

વાયરલ વીડિયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જામનગરની કોલેજમાં 3 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરાવવા માટે VIP સુવિધા આપવામાં આવતી હોવાના વાયરલ વીડિયોએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધા બાદ આજે કુલપતિ દ્વારા તે કોમર્સ કોલેજનું જોડાણ રદ કર્યું છે.

કુલપતિનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી
જામનગરમાં નાઘેડી સ્થિત સ્વામીનારાયણ ગુરુકુળ કોલેજમાં ગત તારીખ 3 અને 4 મેના રોજ બી.કોમ સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ અલગ ચેમ્બરમાં બેસી પરીક્ષા ચોરી કરી રહ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ યુનિવર્સિટીના કુલપતિ સહિતના સત્તાધીશો બેકફૂટ પર આવી ગયા હતા. જે પ્રકરણમાં ગઈકાલે વિદ્યાર્થી કાર્યકરોએ કુલપતિનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી હતી.

અભ્યાસક્રમ પૂર્ણ કરાવવામાં આવશે
આજે કુલપતિ ડો. ગીરીશ ભીમાણીએ જામનગરની કોલેજમાં ખુલ્લેઆમ પરીક્ષા ચોરી મામલે જુનિયર અને સિનિયર સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી છૂટા કરવા માટે સંસ્થાને પત્ર લખવાનો નિર્ણય થયો છે. આ ઉપરાંત કોમર્સ વિદ્યા શાખાનું જોડાણ કાયમી પણ રદ કરવા માટેનો પણ નિર્ણય લેવાયો છે. એટલે કે અહીં કોમર્સ વિદ્યાશાખામાં નવા વર્ષથી પ્રવેશ નહીં મળે. જોકે જોડાણ ક્રમશઃ બંધ થતું હોવાથી હાલ ભણતા વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂર્ણ કરાવવામાં આવશે.

અહેવાલ સિન્ડિકેટ બેઠકમાં મુકાશે ​​​​​​​ઉલ્લેખનીય છે કે કોલેજમાં તપાસ સમિતિએ કરેલી તપાસ બાદનો રિપોર્ટ અને કોલેજ સામે કરેલી કાર્યવાહીનો અહેવાલ આગામી સિન્ડિકેટ બેઠકમાં મૂકવામાં આવશે.

أحدث أقدم