Sunday, May 14, 2023

ખંડેરાવ માર્કેટ પાસેથી 30 લારીનાં દબાણો દૂર કરાયાં | 30 lorries were removed from Khanderao market | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • માર્ગ પરના દબાણથી લોકોને મુશ્કેલી પડતી હતી
  • દબાણ શાખા દ્વારા લારીઓનો સામાન જપ્ત કરાયો

શહેરમાં વારંવાર દબાણો હટાવવા પાલિકાએ કાર્યવાહી કરવી પડી રહી છે, છતાં થોડા સમય બાદ પાછાં દબાણ થઈ જાય છે. વહેલી સવારે ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં લારી-પથારાવાળાનું દબાણ જોવા મળી રહ્યું છે. જેને પગલે પાલિકા દ્વારા 30થી વધુ લારીનો સામાન જપ્ત કરાયો હતો.

મુખ્ય રોડ પરના દબાણોને લઈ દબાણશાખાના અધિકારીઓએ સવારથી કાર્યવાહી શરૂ કરી હતી. અનેક વખત પથારા વાળાઓને મૌખિક સૂચના આપવા છતાં દબાણો થતાં નાગરિકો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ બાબતને લઈ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરી દેવાઈ હતી.

અનેક વિસ્તારોમાં જાહેર માર્ગ પર થતા દબાણોના લીધે નાગરિકો અને વાહનચાલકોને સામનો કરવો પડે છે. આ અંગે રજૂઆતો મળતાં પાલિકાની દબાણ શાખા દ્વારા બે દિવસથી દબાણકારોને દૂર કરવા માટે વિવિધ વિસ્તારમાં કામગીરી કરી રહી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.