લીમખેડામાં 30 રુ છુટા ન આપતા હાટ બજારમા બકરા વેચવા આવેલા યુવક પર હુમલો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી | Attack on a youth who came to sell goats in Haat market without paying 30 rupees in Limkheda, Police registered a case and started investigation. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Attack On A Youth Who Came To Sell Goats In Haat Market Without Paying 30 Rupees In Limkheda, Police Registered A Case And Started Investigation.

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના લીમખેડામાં પશુ હાટ બજારમાં એન્ટ્રી ફી મામલે બોલાચાલી થયા બાદ છ શખ્સોએ એક યુવક પર હુમલો કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

બકરા વેચવા હાટમાં એન્ટ્રી લેવાની હતી
ગતરોજ દાહોદ જિલ્લાના રણધીકપુર ગામે અનાજ ગોડાઉન પાછળ રહેતા અજીત યુસુફભાઈ ઘાંચી લીમખેડામાં પશુ-હાટ બજારમાં બકરા લઈ વેચવા ગયા હતા. તે સમયે હાટ બજારમાં પ્રવેશવાની એન્ટ્રી ગેટ પર ઉભેલા ઉમેશ ભરવાડ નામક વ્યક્તિએ અજીત ઘાંચી પાસેથી રૂપિયા 30 એન્ટ્રી ફી માંગી હતી.જેથી અજીત ઘાંચીએ 500 રૂપિયાની નોટ આપી હતી. ઉમેશભાઈએ ₹ 30 છૂટા આપો તેમ કહેતા અજીત ઘાંચીએ છુટા રૂપિયા તેની પાસે નથી અને તમે 500 રૂપિયા લઈને મને પાવતી આપી દો અને પાવતી ની પાછળ ₹470 બાકી લખી દો, હું પછી લઈ જઈશ.

બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લેતાં ટોળાએ હુમલો કર્યો
તેમ કહેતા ઉમેશ ભરવાડે કહેલ કે, તમે રણધીકપુર વાળા બધા કોર્ટ કચેરી અને પોલીસ સ્ટેશન જવાની ટેવ ધરાવો છો, તમારી કાયમની માથાકૂટ છે, તું પાવતી લઈને પણ કોર્ટ કચેરી અને પોલીસ સ્ટેશનમાં જઈશ, મારે તને હાટમાં પ્રવેશ આપવો નથી, જેના કારણે અજીત ઘાંચી અને ઉમેશ ભરવાડ વચ્ચે બોલાચાલી થઈ હતી. જોત જોતામાં ઉમેશ ભરવાડ અને તેની સાથે અન્ય પાંચથી છ જેટલા ઈસમો દોડી આવ્યા હતા અને અજીત ઘાંચીને પાઇપો વડે અને ગદડાપાટુનો માર મારવા લાગ્યા હતા. ગંભીર ઇજાગ્રસ્ત અજીત ઘાંચીને તાત્કાલિક ધોરણે દાહોદની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ સહિત જિલ્લા પોલીસનો કાફલો લીમખેડા હાટ બજાર તેમજ રણધીકપુર ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દોડી ગયો હતો.

أحدث أقدم