અણીયારી ટોલનાકા પાસેથી ટોમેટો સોસની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ; પોલીસે 33.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી | Smuggling of liquor under the guise of tomato sauce was caught from Aniyari Tolanaka; The police seized 33.76 lakh worth of goods and took action | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Smuggling Of Liquor Under The Guise Of Tomato Sauce Was Caught From Aniyari Tolanaka; The Police Seized 33.76 Lakh Worth Of Goods And Took Action

મોરબી5 કલાક પહેલા

  • કૉપી લિંક

માળિયાના અણીયારી ટોલનાકા નજીકથી ટોમેટો સોસની આડમાં સંતાડીને લઇ જવાતો દારૂ ભરેલો ટ્રક એલસીબી ટીમે ઝડપી લઈને 5760 ઈંગ્લીશ દારૂની બોટલ, 3480 બીયરના ટીન અને 3420 ટોમેટો સોસની બોટલ તેમજ ટ્રક અને મોબાઈલ સહીત 33.76 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અમદાવાદ તરફથી એક અશોક લેલન ટ્રક માળિયા તરફ જવાનું હતું. જે ટ્રકમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને ટ્રક અણીયારી ટોલનાકા નજીક પહોંચતા ટ્રકને આંતરી લઈને તલાશી લેતા ટોમેટો સોસની આડમાં સંતાડી રાખેલ લાખોનો ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

જેથી પોલીસે ટ્રકમાં રહેલ વ્હીસ્કીની બોટલ નંગ 5760 કીમત રૂ 17 લાખ 28 હજાર, બીયર ટીન 3480 કિંમત રૂ 3 લાખ 48 હજાર, ટોમેટો સોસ બોટલ નંગ 3420 કિંમત રૂ 2 લાખ 95 હજાર 800, ટ્રક કિંમત રૂ. 10 લાખ અને મોબાઈલ કિંમત રૂ. 5000 મળીને કુલ રૂ. 33 લાખ 76 હજાર 800ની કિમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ટ્રક ચાલક હનુવંત ખનગારામ ઢોકળારામ બિશ્નોઈને ઝડપી લીધો છે. જયારે અન્ય આરોપી ઓમપ્રકાશ કેશારામ બિશ્નોઈનું નામ ખુલતા માળિયા પોલીસ મથકમાં મુદ્દામાલ સોપી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

أحدث أقدم