કંટેનરમાં દારૂ, બિયર લઈને જતા શખ્સને રૂ. 36 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો;  પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કર્યો | Persons carrying liquor, beer in containers Rs. 36 lakhs with the stolen goods; Police registered a case against three | Times Of Ahmedabad

નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં અંગ્રેજી દારૂનો મોટો જથ્થો લઈને જતાં કન્ટેનરને ડેડીયાપાડા પોલીસે પકડી પાડ્યું હતું. જેમાં મળતી વિગતો અનુસાર નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકા પોલીસ બાતમીના આધારે સખત ચેકીંગમાં મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડેલો છે. આ પકડાયેલા વિદેશી દારૂ સાથે કન્ટેનર થઈને કુલ 36 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

આ વિદેશી હેર ફેરમાં પકડાયેલ (1) પ્રકાશચંદ્ર ભીખારામ જાણી (બિશ્નોઇ) તથા પ્રોહી મુદ્દામાલ મોકલનાર (2) સુરેશ ઉર્ફે શંકરભાઇ કિશ્નારામ બિશ્નોઇ તથા (3) અન્ય એક માણસ જેનું નામ સરનામુ ખબર નથી તે તથા તપાસ દરમિયાન નામ ખુલવા પામે તે તમામે ભેગા મળી ધુલીયા ટોલનાકાથી પહેલા આ ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલી આઇસર કંટેનર, અમદાવાદ લઇ જતા પ્રકાશચંદ્ર વિદેશી દારૂ અને બિયર મળી કુલ રૂ. 2,10,0000નો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો તથા આઇસર કન્ટેનર કિ.રૂ. 1,50,0000 તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ. 5000 મળી કુલ કિં.રૂ .36,05, 000ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ખોટી બીલ્ટીનો ઉપયોગ કરી ગુનો કરતા દેડીયાપાડા પોલીસે ઝડપી ગુનો દાખલ કર્યો છે.

أحدث أقدم