દસાડા પોલીસ દારૂ ભરેલી બે ગાડી સાથે વિદેશી દારૂની 384 બોટલો સાથે બે આરોપીઓને દબોચ્યા | Dasada police nabbed two accused with 384 bottles of foreign liquor along with two carts full of liquor. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દસાડા પોલીસ દારૂ ભરેલી બે ગાડી સાથે વિદેશી દારૂની 384 બોટલો સાથે બે આરોપીઓને ઝબ્બે કર્યા છે. જેમાં દસાડા શંખેશ્વર હાઇવે પર પાનવા ગામના બોર્ડ પાસેથી રૂ. 4,66,700ના મુદામાલ સાથે વિદેશી દારૂની 204 બોટલો સાથે બે આરોપીઓ ઝડપાયા હતા. અને ગવાણા ગામના બોર્ડ પાસેથી રૂ. 2,67,500ના મુદામાલ સાથે વિદેશી દારૂની 180 બોટલો ઝડપાઇ હતી જેમાં આરોપી ગાડી મૂકીને ફરાર થઇ ગયો હતો.

દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકોર સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે છટકું ગોઠવી દસાડા શંખેશ્વર હાઇવે રોડ પરથી પેટ્રોલિંગ દરમિયાન વડગામ ત્રણ રસ્તા પાસેથી લાલ કલરની મારૂતી સ્વિફ્ટ ગાડીને હાઇવે પર ચારેબાજુથી કોર્ડન કરી સાઇડમાં ઉભી રખાવી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. અને ગાડીમાંથી જીગરભાઇ ઉર્ફે જગદિશભાઇ હેમજીભાઇ નાઇ ( બનાસકાંઠા ) અને વિજયસિંહ ઉર્ફે લાલસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ ( બનાસકાંઠા )ને વિદેશી દારૂની બોટલો નંગ- 132 કિંમત રૂ. 49,500 તથા બિયર ટીન નંગ- 72 કિંમત રૂ. 7,200, સ્વીફ્ટ ગાડી કિંમત રૂ. 4,00,000 અને મોબાઇલ નંગ- 2 કિંમત રૂ. 10,000 મળી કુલ રૂ. 4,66,700ના મુદામાલ સાથે ઝબ્બે કરી દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી દસાડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

દસાડા પોલીસના વધુ એક દારૂ અંગેના દરોડામાં દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે દસાડા શંખેશ્વર હાઇવે પર પાનવા ગામના બોર્ડ પાસેથી સફેદ કલરની મારૂતી સ્વીફ્ટ ગાડીને કોર્ડન કરી ઉભી રખાવવા છતાં ચાલક ગાડી લઇને ભાગી છૂટતા દસાડા પોલીસે હાઇવે પર ફિલ્મી ઢબે આ ગાડીનો પીછો કરતા ગાડી દસાડા ગવાણા રોડ પર ગવાણા ગામના બોર્ડ પાસે ઝાડ સાથે ટકરાતા ચાલક ગાડી મૂકીને ફરાર થઇ ગયો હતો. દસાડા પોલીસ આ ગાડીની તલાશી લેતા ગાડીમાંથી દારૂની બોટલો નંગ- 180 કિંમત રૂ. 67,500 અને મારુતી ગાડી કિંમત રૂ. 2,00,000 મળી કુલ રૂ. 2,67,500નો મુદામાલ ઝબ્બે કરી નાસી છૂટેલા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. દસાડા પોલીસના આ બંને દરોડામાં પીએસઆઇ એચ.એલ.ઠાકર, હમીરભાઇ, નશરૂદીન, સુરેશભાઇ અને નિલેશભાઇ રથવી સહિતનો દસાડા પોલીસ મથકનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ બંને કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.

أحدث أقدم