No results found

    વનવિભાગે પરવાના વગર લાકડાની હેરાફેરી કરતાં 4 ટ્રકોમાં 15 લાખનો મુદ્દામાલ ઝડપ્યો; હેરાફેરી કરનારાઓમાં ભારે ફફડાટ | Forest department seizes 15 lakh worth of timber in 4 trucks for handling timber without licence; A huge flutter among the manipulators | Times Of Ahmedabad

    પંચમહાલ (ગોધરા)8 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરીની વ્યાપક બુમો ઉઠવા પામી છે. ત્યારે વનવિભાગની ટીમ દ્રારા ગમન બારિયાના મુવાડા અને ટિમ્બા પાટીયા પાસે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ગેરકાયદેસર પરવાના વગર લાકડા ભરેલી ટ્રકો ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે ગેરકાયદેસર રીતે લકડાઓની હેરાફેરી કરનારાઓમા ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો.

    શહેરા તાલુકામાં આવેલા ગ્રામીણ વિસ્તારમાં પરવાના વગર ગેરકાયદેસર હેરાફેરીની વ્યાપક બુમો ઉઠવા પામી છે. જેને કારણે વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા વનરક્ષકોની નવાગામની ટીમ શહેરા વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ગમનબારિયાના મુવાડા તેમજ ટીમ્બા પાટીયા રોડ વિસ્તારમાંથી પાસ પરમિટ વગર ઈમારતી મહુડા તેમજ પંચરવ લાકડા ભરેલી કુલ ચાર ટ્રકો ઝડપી પાડ્યા છે. અંદાજીત 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વનવિભાગની કાર્યવાહીને પગલે પરવાના વગર લાકડાની હેરાફેરી કરનારાઓમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો. હતી.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال