No results found

    જોટાણા પાસે ગોવિંદવાડી ગામ પાસેથી 4 જુગારી 23 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા, 5 ફરાર, જુગારીઓને આવવા-જવા માટે રિક્ષા રખાઈ હતી | 4 gamblers caught from Govindwadi village near Jotana with worth of 23 lakhs, 5 absconding, rickshaws were kept for the gamblers to come and go | Times Of Ahmedabad

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Mehsana
    • 4 Gamblers Caught From Govindwadi Village Near Jotana With Worth Of 23 Lakhs, 5 Absconding, Rickshaws Were Kept For The Gamblers To Come And Go

    મહેસાણા14 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા ગોવિંદવાડી ગામની સીમમાં ખેતરની ઓરડીમાં ચાલતા જુગાર ધામ પર મહેસાણા પેરોલ ફ્લો ટીમે દરોડા પાડયા.જ્યાં ભગદોડ થતા અન્ય જુગારીઓ ફરાર થઇ જતા ચાર જુગારીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.પેરોલ ફ્લો ટીમે રેડ દરમિયાન 23 લાખથી વધુનનો મુદ્દામાલ કબ્જે કરી નવ જુગારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

    જોટાના તાલુકાના ગોવિડ વાડી ગામની સીમમાં ગોપાલસિંહ ગણપત સિંહના ખેતરમાં બનાવેલ ઓરડીમાં અશફાક અજિત ભાઈ શેખ,પઠાણ સલીમ ખાન,યુવરાજ સિંહ ઉર્ફ મોરલી ભાથીભા સોલંકી,આરીફ ઉર્ફ બોબો ભેગા મળી જુગાર ધામ ચલાવતા હતા.જ્યાં મહેસાણા પેરોલ ફ્લો ટીમે બાતમી આધારે દરોડા પાડતા ભગદોડ મચી જવા પામી હતી.

    પ્લાસ્ટીના કોઈન ભાડે આપી જુગાર રમાડતા
    રેડ દરમિયાન થયેલ તપાસમાં જાણવા મળ્યું કે જુગારીઓ પાસથી પૈસા લઇ શેખ અશરફ એ નાણાં લઇ પ્લાસ્ટિકના કોઈન જુગાર રમવા આપ્યા હતા.અને જુગાર રમવા આવતા જુગારીઓ માટે સ્પેશિયલ સી.એન.જી રીક્ષા રાખવામાં આવતી જેમાં બહારથી આવતા જુગારી આસાનીથીપત્તા ટીચવા આવી શકે.

    સ્થળ પરથી 4 ઝડપાયા,5 ફરાર
    રેડ દરમિયાન જામઝાદા ઉમેદખાન દોલતખાન,પઠાણ મોહસીન ખાન,પઠાણ નસીબ ખાન સાબીરખાન,શેખ મહમદ હનીફ યુસુફ ભાઈ ઝડપાઇ ગયા હતા.ત્યારે અશફાક અજિતભાઈ શેખ,પઠાણ સલીમ ખાન રહીમખાન,યુવરાજ સિંહ ઉર્ફ મોરલી ભાથીભા,આરીફ ઉર્ફ બાબો,ઝાલા ગોપાલસિંહ ગણપત સિંહ ને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા

    સમગ્ર રેડ દરમિયાન પોલીસે રીડક 11,650, ખુરસી નંગ 5 કિંમત 750,મોબાઈલ નંગ 4 કિંમત 25,000, વાહનો 4 કિંમત રૂ 23,10,000 મળી કુલ 23,47,400 કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال