તિલકવાડાના અલવા ગામે જુગાર રમતા 4 નબીરા રૂ.33,880ના મુદ્દામાલ સાથે ઝડપાયા, ઝરી ગામે વીજલાઈનનું કામ કરી રહેલા વ્યક્તિને કરંટ લાગતા ગંભીર ઇજા | 4 gamblers caught with stolen goods worth Rs.33,880 in Alva village of Tilakwada, a person working on power lines in Zari village was electrocuted. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • 4 Gamblers Caught With Stolen Goods Worth Rs.33,880 In Alva Village Of Tilakwada, A Person Working On Power Lines In Zari Village Was Electrocuted.

નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

તિલકવાડાના અલવા ગામે જુગાર રમતા ચાર નબીરા રૂ.33880નાં મુદ્દામાલ સાથે ઝડપાયા…
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામે પોલીસે રેડ કરતા ત્યાં જુગાર રમતા જુગારીઓને પકડી ગુનો દાખલ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસે બાતમીના આધારે અલવા ગામની કેનાલ પાસે જુગાર રમતા શૈલેષ છનાભાઇ ભીલ, અશ્વીન કાલીદાસભાઇ તડવી, મુકેશ રમણભાઇ ભીલ, અશ્વીન ગોરધનભાઇ ભીલ ચારેય (રહે અલવા તડવી ફળીયુ તા.તિલકવાડા જી.નર્મદા)ને ઝડપી લઇ તેમની અંગ ઝડતીમાંથી રોકડા રૂ.4850/- તથા દાવ ઉપરના રૂ.530 /- મળી જુગારના રોકડા રૂ.5380/- મળી તથા મો.સા. નંગ-1 કિ.રૂ.20,000/- તથા મોબાઈલ નંગ-3 કિં.8500/- મળી કુલ કિં.રૂ.33880/- સાથે ઝડપી લઇ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

તિલકવાડાના ઝરી ગામે વીજ લાઈનનું કામ કરી રહેલા વ્યક્તિને કરંટ લાગતા ગંભીર ઇજા…
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં લાઈન પર કામ કરી રહેલા વીજ વ્યક્તિને કરંટ લાગતાં ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા.

મળતી માહિતી અનુસાર દિનેશ વરસિંગભાઇ મહીડા ઉ.વ.24 (રહે. વધેલી તા.તિલકવાડા જિ.નર્મદા) ઝરી ગામ સબ સ્ટેશન ઝાજપુરા વીજ લાઇનમાં વીજ વાયર ઉંચા કરી ટાઈટ કરી થાંભલા સીધા કરવાનું કામ સાથેના મોહન કેશુભાઇ મહીડા તથા ગણેશ ભોળારામ મહિડા સાથે વીજ લાઇનના લંગરિયા ઉતારીને કરતા હતા. તેઓ ખેતરમાં આવેલા ડી.પી ઉપર દોરડું બાંધવા ચઢેલા તે સમયે કોઇએ ભુલથી વીજ લાઇનના લંગરીયા ચડાવી દેતાં વીજલાઈનમાં અચાનક કરંટ આવી જતાં દિનેશભાઈને શરીરે ઈજાઓ થતા વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

Previous Post Next Post