الجمعة، 26 مايو 2023

મહેસાણા ફૂડ વિભાગે 4 ટીમો બનાવી, 7 સ્થળો પરથી બરફના નમૂના લેવામાં આવ્યા | Mehsana Food Department formed 4 teams, ice samples were collected from 7 locations | Times Of Ahmedabad

મહેસાણા4 કલાક પહેલા

  • કૉપી લિંક

ઉનાળા ની શરૂઆત થતા જ મહેસાણા જિલ્લામાં લોકો ઠંડક મેળવવા પ્રવાહી સેવન કરતા હોય છે એમાંથી એક બરફ બાનવતી ફેકટરીઓમાં મોટા ભાગની ભીડ બરફ લેવા જમતી હોય છે.ત્યારે આ બરફ ખાદ્ય છે કે અખાદ્ય એ જાણવાની કામગીરી ફૂડ વિભાગની હોય છે.ત્યારે ઉનાળા ની શરૂઆતમાં કરવામાં આવતી કામગીરી ફૂડ વિભાગે ઉનાળા ના અંતિમ તબક્કામાંમાં કરી છે.જેમાં 4 ટિમો બનાવી બરફના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વરા ઉનાળાની સીઝનને ધ્યાને લઇને ખાસ કરીને ઠંડક માટે ઉપયોગમાં લેવાતા બરફની ગુણવત્તા અર્થે વિવિધ 04 ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી.જેમાં ફ્રુડ સેફ્ટી ઓફિસર જે.ડી.ઠાકોર, એચ.વી.ગુર્જર. એસ.કે.પ્રજાપતિ અને એસ.બી પટેલ દ્વારા વિવિધ 7 સ્થળોએ બરફના નમુના લીધા હતા.

ફ્ડુ સેફ્ટી ઓન વ્હીલસના કેમીસ્ટ દ્વારા મહેસાણામાં 17 સ્થળોએ રીટેઇલર બરફ ગોળા,શેરડી રસ, કેરી રસની દુકાનો પર તપાસ કરવામાં આવેલ છે. ખાસ કરીને બરફ એ શુધ્ધ પાણીમાંથી બનતો હોવો જોઇએ અને તેમાં કોઇ કેમીકલ ઉમેરેલુ ના હોવુ જોઇએ. જોકે તપાસ દરમિયાન કોઇજ અખાધ્ય ચીજવસ્તુ મળી આવેલ નથી. બરફ બનાવતી ફેક્ટરીઓમાં અને બજારમાં વેચાણ થતા બરફ ગોળાના સ્ટોલ,શેરડી-કેરી રસની લારાં એમ બે સ્તરની ઉત્પાદક અને રીટેલર બજારમાં પણ તપાસ કરવામાં આવી હતી.

આ ટીમ દ્વારા બરફ ફેકટરીઓના સાત સ્થળોએ લુઝ બરફના સેમ્પલ લેવામાં આવેલ છે. આ સેમ્પલ ઉમિયા આઇસ ફેકટરી ઊંઝા, દિનેશ આઇસ ફેકટરી ઊંઝા,મહેશ્વર આઇસ પ્લોટ વિજાપુર,પરેશ આઇસ ફેક્ટરી મહેસાણા, મહેસાણા આઇસ એન્ડ કોલ્ડ સ્ટોરેજ હાઇવે મહેસાણા,ક્રાંતિ આઇસ ફેકટરી વિસનગર, ચેતન આઇસ ફેકટરી વિસનગરના સેમ્પલ લેવામાં આવેલ છે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસર જણાવ્યું હતું.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.