No results found

    માલપુરના વાત્રક ડેમમાંથી ડાબા કાંઠાની કેનાલમાં ખેડૂતોને મુર્જાતી મોલાત બચાવવા માટે 40 ક્યુસેક પાણી છોડાયું; 1500 હેક્ટર જમીનને ફાયદો | 40 cusecs of water released from Malpur's Vatrak Dam in left bank canal to save farmers Murjati Molat; Benefiting 1500 hectares of land | Times Of Ahmedabad

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Aravalli
    • 40 Cusecs Of Water Released From Malpur’s Vatrak Dam In Left Bank Canal To Save Farmers Murjati Molat; Benefiting 1500 Hectares Of Land

    અરવલ્લી (મોડાસા)18 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    ખેડૂતોને ઉનાળાના સમયે કાળઝાળ ગરમીના કારણે નદી નાળા સુકાઈ જતા હોય છે. ભૂગર્ભમાં પણ પાણીના જળસ્તર ઊંડા જતા હોય છે, ત્યારે આવા સમયે મોટા જળાશયોનું સંગ્રહ કરેલું પાણી ખેડૂતો માટે ઉપયોગી બનતું હોય છે. ત્યારે માલપુરના વાત્રક ડેમની ડાબા કાંઠાની કેનાલમાં ડેમમાંથી પાણી છોડાયું હતું.

    અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ભેમપોડા ગામે આવેલ વાત્રક ડેમ જિલ્લાનો સૌથી મોટો ડેમ છે. આ ડેમ દર વર્ષે છલોછલ ભરાતો હોય છે. ત્યારે ઉનાળાના સમયે વાત્રક ડેમ આશીર્વાદ રૂપ સાબિત થાય છે. ચાલુ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. બોર, કુવા, તળાવ, નદીના જળસ્તર સુકાઈ ગયા છે. ભૂગર્ભમાં પણ પાણી ખલાસ થયા છે. એક તરફ ખેડૂતોએ ઉનાળુ ખેતી જેવી કે મકાઈ, બાજરી, જુવાર તેમજ પશુઓ માટે લીલા ઘાસચારાનું વાવેતર કરેલું છે.

    આવા સમયે ખેડૂતોનો પાક મુરજારતો જાય છે. ત્યારે ખેતીપાક બચાવવા માટે ખેડૂતો એ સિંચાઈ વિભાગમાં રજૂઆત કરી હતી. તે અનુસાર સિંચાઈ વિભાગ દ્વારા વાત્રક ડેમના ડાબા કાંઠાની કેનાલમાં મુર્જાતી મોલાતને બચાવવા માટે 40 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરી કેનાલમાં 40 ક્યુસેક પાણી છોડ્યું છે. જેના કારણે ડાબાકાંઠાની કેનાલ નજીક આવેલા 35થી વધુ ગામડાઓના ખેડૂતોની 1500 હેક્ટર જમીનને ફાયદો થશે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال