الخميس، 11 مايو 2023

પાટણમાં 42 ડિગ્રી આકરી ગરમીમાં લોકો શેકાયા, હાઇવે અને બજારમાં અવર-જવર ઘટી | In Patan, 42 degree heat scorched people, reduced traffic on highways and markets | Times Of Ahmedabad

પાટણ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પ્રકોપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. પાટણ શહેર સહિત જિલ્લામાં અગન ગોળા ફેકતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સવારે 10 વાગ્યાથી સાંજ સુધી અમુક ગામડા અને રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. ગુરુવારે 42 ડિગ્રી તાપમાન હોવાનું જાણવા મળ્યું હતું.

પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ગામડાઓ સહિત શહેરમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ગુરુવારે પાટણનું તાપમાન 42 ડિગ્રી હોવાનું જાણવા મળ્યું હતું. દિવસ દરમિયાન ગરમી પડતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા. આકરી ગરમીના કારણે જનજીવન પણ અસર જોવા મળી હતી.

પાટણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં ગરમી અનુભવી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાટણ જિલ્લામા ગુરુવારે 42 ડિગ્રી તાપમાન થતા ગરમીનો અનુભવ થયો હતો. ત્યારે શહેરમાં લગ્નસીઝન ને લઈ બજારમાં અવર-જવર જોવા મળી હતી અને ખરીદીમાં અસર જોવા મળી હતી. ગરમીથી બચવા લોકો દુપટા, ટોપી સહિત રૂમાલનો સહારો લીધો હતો. તો શહેરનાં લોકો બપોરના સમયે ઘરમાં રહી પંખા, એરકુલર, એસીના સહારે ઘરમાં પુરાઈ રહ્યા હતા. તો ખેતરમાં રહેતા લોકો વૃક્ષ નીચે આરામ કરતા જોવા મળ્યા હતા.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.