الاثنين، 15 مايو 2023

અમરેલી જિલ્લાના બાબરામાં આજે 43 ડિગ્રી તાપમાન વચ્ચે કમોસમી વરસાદ, રસ્તાઓ પર પાણી વહેતા થયા | Amreli district's Babar today witnessed unseasonal rain amid 43 degree temperature, water flowing on roads | Times Of Ahmedabad

અમરેલી5 કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી વરસી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના બાબરામાં 43 ડિગ્રી વચ્ચે કમોસમી વરસાદ થતા લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા. માવઠાના કારણે રસ્તા પર પાણી વહેતા થતા ફરી એકવાર ધરતીપુત્રો ચિંતિતિ બન્યા હતા.

અમરેલી જિલ્લામાં હાલ આગ ઓકતી ગરમી પડી રહી છે. એવામાં આજે બાબરા તાલુકામાં 43 ડિગ્રી તાપમાનની વચ્ચે માવઠું થયું હતું. બાબરાના નિલવડા, વાવડા, દરેડ સહિતના ગામમાં થોડીવાર માટે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થઆ હતા. દરેડ ગામમાં તો વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા. ભારે પવન હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં અનેક વૃક્ષો જમીનદોસ્ત પણ થયાહ તા.

અમરેલી જિલ્લામાં આ ઉનાળામાં ઉનાળા કરતા ચોમાસાનો વધુ અનુભવ થયો છે. ઉનાળા દરમિયાન થોડા દિવસો પહેલા વરસેલા ધોધમાર વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.